Site icon

હીરા વેપારને તકલીફ નથી : ડાયમંડ ફેક્ટરીઓ રાબેતા મુજબ ચાલુ થઈ. ડાયમંડ બુર્સ માં પણ સરકારે સવલત આપી. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મીની  લોકડાઉન ને કારણે હીરા બજારમાં ભારે ટેન્શન હતું. હવે ટેન્શન પૂરી રીતે હળવું થઈ ગયું છે. આનું પ્રમુખ કારણ એ છે કે સરકારે હીરા ફેક્ટરીઓને કામ કરવાની છૂટ આપી દીધી છે. વાત એમ છે કે સરકારે ઇન્ડસ્ટ્રીને મીની લોકડાઉન માં થી બહાર રાખી છે. આ પરિસ્થિતિમાં ડાયમંડ ફેક્ટરી એ industry ગણાય. એટલે ટેકનિકલી તે બંધ ના ઓર્ડર માંથી બહાર છે. જોકે ડાયમંડ ફેક્ટરી ના માલિકોએ વર્કિંગ અવર્સમાં ફેરફાર કર્યા છે.

હવે હીરા બજારની ફેક્ટરીઓ સવારે 8:30 વાગ્યે ખુલી જાય છે અને સાંજે 6:30 એ કામ બંધ કરી દેવામાં આવે છે. બીજી તરફ લંચ ટાઈમ એક કલાક ના સ્થાને 30 મિનિટ કરી નાખ્યો છે.

જેથી લોકો જમ્યા પછી અલગ અલગ જગ્યાએ ફરવા ન જતા રહે. તેમજ સાંજે 6:30 છૂટયા બાદ કરફ્યુ ના સમય એટલે કે આઠ વાગ્યા પહેલા તમામ લોકો ઘર ભેગા થઈ જાય. 

કોરોના કહેર: ગુજરાતના આ શહેરમાં હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ.
 

બીજી તરફ સરકારે ડાયમંડ બુર્સમાં લોકોને કામ કરવાની છૂટ આપી છે. જોકે આ કામ માત્ર ૧૦ ટકા હાજરી સાથે જ કરવાનું રહેશે. આ ઉપરાંત તમામ લોકોના કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. દરેક ટેસ્ટ ની વેલીડીટી માત્ર પંદર દિવસની છે.

આમ હીરા બજાર મિની લોકડાઉન થી પોતાની જાતને બચાવવા માં સફળ રહ્યું છે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version