ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર, 2021
સોમવાર
Motorolaએ પોતાનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. MoTo E30 નામના સ્માર્ટફોનમાં હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઇન, ટ્રીપલ રિયર કેમેરા અને પાવરફુલ 5000 mAh બેટરી છે.
આ છે ફોનના વિશેષ ફીચર
-Dual સિમ (નેનો)
-6.5 ઇંચ HD + (720 *1600 પિક્સેલ) મેક્સ વિઝન આઇપીએસ ડિસ્પ્લે
-ઓક્ટા કોર યુનિસોક T 700 પ્રોસેસર
-2 gb રેમ અને 32gb સ્ટોરેજ
કંપનીએ Moto E30માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા અને 2 મેગાપિક્સલનો માઈક્રો કેમેરા સેન્સર છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે.
અન્ય સુવિધાઓ:-
ફોન 4G LTE, બ્લૂટૂથ વર્ઝન 5, wi-fi 802.11 a/b/g/n, GPS, USB type-C અને 3.5 mm હેડફોન જેક સાથે આવે છે. સુરક્ષા માટે ફોનની બેક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનની કિંમત અંદાજે 10,200 રૂપિયા છે.