Site icon News Continuous Bureau | Mumbai

દેશના ટોચના ઈન્ડાસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણી આ રીતે નક્કી કરશે પોતાનો ઉત્તરાધિકારીઃ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 નવેમ્બર  2021
બુધવાર.

દેશના ટોચના ઈન્ડાસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણી બહુ જલદી પોતાના વેપાર સામ્રાજ્ય માટે ઉત્તરાધિકારી નક્કી કરશે એવો અહેવાલ એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ મિડિયા એજેન્સીમાં છપાયો છે. વિશ્વના ધનાઢયો ની યાદીમાં અગ્રેસર રહેલા મુકેશ અંબાણી લગભગ 15.48 લાખ કરોડનું સામ્રાજ્ય ધરાવે છે. હવે તેઓ પોતાના કારોબાર માટે ઉત્તરાધિકારી નીમવાની યોજના બનાવી રહ્યા હોવાનું કહેવાય છે.
તેલથી લઈને ટેલિકોમ ક્ષેત્રમાં ફેલાયેલા પોતાના કારોબારીની જવાબદારી સોંપવા માટે 64 વર્ષના મુકેશ અંબાણી રિટેલ ચેઈન વોલમાર્ટ ઈન્કના સ્થાપક સૈમ વોલ્ટન પરિવારને અનુસરે એવું માનવામાં આવે છે. સૈમ વોલ્ટને પરિવારને કેન્દ્રમાં રાખીને મેનેજમેન્ટ કંટ્રોલ અલગ-અલગ હાથોમા સોંપવાની નિતી અપનાવી છે.
  
મુકેશ અંબાણીએ સત્તાવાર રીતે પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો નથી. જોકે કંપનીમાં વર્તમાનમાં જે પદ્ધતિએ કામકાજ થઈ રહ્યું છે, તેના પરથી એવું જણાઈ રહ્યું છે કે તેઓ બહુ જલદી ઉત્તરાધિકારી માટેની જાહેરાત કરશે.
જૂન મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની એન્યુઅલ જનરલ મિટિંગ માં મુકેશ અંબાણીએ તેમના બાળકો હવે તેમના વેપારમાં મુખ્ય જવાબદારી સંભાળશે એવું કહ્યું હતું

Join Our WhatsApp Channel

. મુકેશ અંબાણીનો પુત્ર આકાશ તથા પુત્રી ઈશા અંબાણી રિટેલ તથા ટેલિકોમ ક્ષેત્રની જવાબદારી સંભાળી રહ્યા છે. તો અનંત અંબાણી જિઓ પ્લેટફોર્મમાં ડાયરેકટર છે.

આનંદો! ટૂંક સમયમાં સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, સરકાર ભરી રહી છે આ મોટું પગલું; જાણો વિગતે 

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ મીડિયા એજેન્સીના રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી ફેમિલી હોલ્ડિંગને એક ટ્રસ્ટ તરીકે બનાવશે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પર આ ટ્રસ્ટનું જ સંપૂર્ણ નિયંત્રણ હશે. ટ્રસ્ટમાં અંબાણી પરિવારનો દરેક સભ્ય હશે. તેમ જ કામકાજ સંભાળવા માટે બહારના પ્રોફેશનલને પણ જવાબદારી સોંપાશે.

PetrolDiesel Price Update પેટ્રોલડીઝલના ભાવમાં રાહતની આશા ઠગારી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી સ્પષ્ટતા ‘નજીકના ભવિષ્યમાં ભાવ ઘટાડવાની કોઈ યોજના નથી’
Massive Gold Reserve in Andhra Pradesh ધરતીની નીચે સોનાની ખાણ આંધ્રના જોન્નાગિરીમાં મળ્યો 50 ટન સોનાનો જથ્થો.
SIP Failure Awareness SIP નો હપ્તો બાકી રહી ગયો? ગભરાશો નહીં, જાણો તેનાથી રોકાણ પર શું અસર પડે છે
India Iran Crude Oil Gas Import ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટતા જ ભારત માટે સસ્તું ક્રૂડ ઓઈલ અને ગેસ મેળવવાનો માર્ગ મોકળો, જાણો શું થશે ફાયદો
Exit mobile version