ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
દેશમાં કોરોના મહામારીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના અધ્યક્ષ મુકેશ અંબાણીએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોઈ પગાર લીધો ન હતો. જોકેકોરોનાના કપરા કાળમાં પણ મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થયો છે.
મુકેશ અંબાણી ઘણા સમયથી વાર્ષિક 15 કરોડ રૂપિયાનો પગાર લઈ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેમના પગારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીએ બુધવારે જારી કરેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે કોરોના સંકટને કારણે મુકેશ અંબાણીએ પગાર લીધો ન હતો. શૅરધારકોને મોકલવામાં આવેલા પત્રમાં મુકેશ અંબાણીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે ઘણા લોકોનું જીવન બરબાદ થઈ ગયું છે અને દેશના અર્થતંત્રના સ્વાસ્થ્યને પણ અસર કરી છે.
વેપારીના સમર્થનમાં આગળ આવ્યા મિલિંદ દેવરા; જાણો અહીં વિગત
ઉલ્લેખનીય છે કે રિલાયન્સના શૅરના ભાવમાં વધારાને કારણે છેલ્લા એક અઠવાડિયામાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં ૮.૨ અબજ ડૉલર આશરે ૫૨,૬૨૧ કરોડનો વધારો થયો છે. બીજી તરફ કાર્યકારી નિયામક નિખિલ આર. મેસવાણીએ વાર્ષિક રૂ. 24 કરોડનું પૅકેજ લીધું છે અને બીજા ડાયરેક્ટર હિતલ આર. મેસવાણીને પણ વાર્ષિક રૂ. 24 કરોડનું પૅકેજ મળ્યું છે.