213
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
19 જાન્યુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી લાવવા માટે સ્ટેમ્પ ડયુટી ઘટાડીને બે ટકા કરી હતી. સરકારના આ પગલાંને કારણે મોટા પાયે ઘરો અને ફ્લેટ્સ વેચાયા. હવે સરકાર ઈચ્છે છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી થોડીક હળવી બને. આ માટે સરકારે સ્ટેમ્પ ડ્યુટી માં એક ટકાનો વધારો કર્યો અને સ્ટેમ્પ ડ્યુટી ત્રણ ટકા કરી દીધી.
જોકે સરકારે આ પગલું લીધું તેમ છતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થઈ રહેલા વેચાણમાં કોઈ બદલાવ દેખાતો નથી. જાન્યુઆરીના પહેલા 18 દિવસમાં મુંબઈ શહેરમાં 6100 પ્રોપર્ટી વેચાઈ. આ વેચાણનો આંકડો ગત વર્ષના આજ સમયગાળામાં થનાર વેચાણના આંકડા કરતા અનેક ગણો વધારે છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં ઐતિહાસિક રીતે 15000 પ્રોપર્ટીઓ વેચાઈ હતી.
You Might Be Interested In