News Continuous Bureau | Mumbai
મુંબઈમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં થયેલા પ્રોપર્ટીના વેચાણે(Property sale) છેલ્લા એક દાયકાનો ઓગસ્ટ મહિનાનો રેકોર્ડ તોડી(broke records) નાખ્યો છે. ફક્ત ઓગસ્ટ મહિનામાં જ પ્રોપર્ટી વેચાણથી સરકારને 620 કરોડ રૂપિયાની આવક થઈ છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ઓગસ્ટ 2022માં 60% રજિસ્ટ્રેશન રૂપિયા (Registration Rs) એક કરોડથી વધુના પ્રાઈસ બેન્ડના હતા. જ્યારે કદના સંદર્ભમાં 500થી 1,000 ચોરસ ફૂટની વચ્ચેના ઘરોને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ભારતીય શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ- આ માર્કેટ્સ પણ રહેશે બંધ- જાણો ચાલુ વર્ષે ક્યારે બંધ રહેશે શેરબજાર
મિલકતની નોંધણીમાં(property registration) રાજ્યની આવકમાં(state revenue) આ મહિના માટે વાર્ષિક ધોરણે 47 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ, 2022માં પ્રોપર્ટીના વેચાણની નોંધણીમાં 20 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા એક દાયકામાં દસમાંથી આઠ વખત ઓગસ્ટ મહિનામાં રજિસ્ટ્રેશનમાં ઘટાડો રહ્યો છે. જોકે 2008 અને 2019નું વર્ષ અપવાદ રહ્યું હતું.