News Continuous Bureau | Mumbai
આજે બુધવારે ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi)ના પર્વના કારણે ભારતીય શેરબજાર(Share Market) કારોબાર(Trading close) માટે બંધ રહેશે. બીએસઇ હોલિડે કેલેન્ડર(BSE Holiday calender) મુજબ ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ સેગમેન્ટ આજે 31 ઓગસ્ટે બંધ રહેશે.
આ સિવાય મલ્ટીકોમોડિટી એક્સચેન્જ(Multicomodity Exchange) સવારના સત્રમાં (સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી) બંધ રહેશે તો સાંજના સત્રમાં ટ્રેડિંગ થશે (સાંજે 5 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી). તેવી જ રીતે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ (NCDEX) સવારના સત્ર દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની વચ્ચે બંધ રહેશે જ્યારે સાંજે 5 થી 9 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી ના શુભ અવસર પર આ રાશિના જાતકો પર હંમેશા બની રહે છે ભગવાન ગણપતિ બાપ્પાની કૃપા-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે
આ વર્ષના બાકીના મહિનામાં સાપ્તાહિક રજા(Weekly Holiday) સિવાય શેરબજારમાં કુલ 4 દિવસની રજા રહેશે. આ દિવસે બજારમાં કોઈ વેપાર(trading) થશે નહીં. 31મી ઓગસ્ટ પછી ઓક્ટોબર મહિનામાં શેરબજારની રજા આવશે. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં બજારમાં કોઈ રજા નથી.
ઓક્ટોબર અને નવેમ્બરમાં કુલ ચાર અન્ય અવસર એવા છે જે દિવસે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે. 5 ઓક્ટોબર (બુધવાર)ના રોજ દશેરા(Dussera), 24 ઓક્ટોબર (સોમવાર)ના રોજ દિવાળી(Diwali) અને 26 ઓક્ટોબર (બુધવાર)ના રોજ બલિ પ્રતિપદાના દિવસે કારોબાર બંધ રહેશે. નવેમ્બરમાં ગુરુ નાનક જયંતિ(Guru Nanak Jayanthi)ના કારણે 8 નવેમ્બર (મંગળવાર)ના રોજ બજાર બંધ રહેશે. મહત્વનું છે કે કેલેન્ડર વર્ષ 2022માં કુલ 13 બજાર રજાઓ જાહેર કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થીના દિવસે કરો 8 ગણપતિ -અષ્ટવિનાયક ના દર્શન – જેમનું નામ માત્ર લેવાથી દરેક મનોકામના પુર્ણ થાય છે
ઉલ્લેખનીય છે કે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે સેન્સેક્સ(Sensex) લગભગ 6 મહિના પછી 1500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે બંધ થયો. સેન્સેક્સ 1564 પોઈન્ટ (2.70%) વધીને 59,527 પર અને નિફ્ટી(Nifty) 446 પોઈન્ટ (2.58%)ના વધારા સાથે 17759.30 પર બંધ રહ્યો હતો.