Taarak Mehta Ka Ooltah Chashmah: ડબલ ડેકર બસમાં સવાર થઇ ‘મુંબઈ ચા સેઠ’ પહોંચ્યા ‘તારક મહેતા’ના સેટ પર, ગોકુલધામ વાસીઓએ આ રીતે કર્યું બાપ્પા નું સ્વાગત

Taarak Mehta Ka Ooltah Chashmah: ગણેશ ચતુર્થીના અવસરે ‘તારક મહેતા’ના સેટ પર બપ્પાની વિશેષ આરતી, ગોકુલધામવાસીઓએ પોતાની સમસ્યાઓ બપ્પાને જણાવી

by Zalak Parikh
Mumbai Cha Seth’ Visits Taarak Mehta Set in Double-Decker Bus, Asit Modi Prays for Daya’s Return

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: મુંબઈ માં પહેલીવાર એક ખુલ્લી ડબલ ડેકર બસ માં ‘મુંબઈ ચા સેઠ’ (Mumbai Cha Seth)ની વિશેષ સવારી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  ના સેટ પર પહોંચી. અહીં ગોકુલધામ સોસાયટીના તમામ સભ્યોએ બપ્પાની આરતી ઉતારી અને આશીર્વાદ લીધા. પ્રોડ્યુસર અસિત મોદી એ જણાવ્યું કે તેમણે દયા ભાભી ની વાપસી માટે બપ્પાને પ્રાર્થના કરી છે.

આ સમાચાર પણ વાંચો : Love in Vietnam: લવ ઇન વિયેતનામ ફિલ્મે ઇતિહાસ રચ્યો, ચીનમાં અધધ આટલી સ્ક્રીન પર રિલીઝ થનારી બની પહેલી ભારતીય ફિલ્મ

ગણેશ ચતુર્થીના અવસરે ખાસ ડબલ ડેકર બસમાં બપ્પાની યાત્રા

રેડ ચેરી એન્ટરટેઈનમેન્ટ ના કેયુર સેઠ દ્વારા આયોજિત આ યાત્રા ભારતની પહેલી ખુલ્લી ડબલ ડેકર બસમાં યોજાઈ રહી છે. ‘મુંબઈ ચા સેઠ’ સમગ્ર મુંબઈમાં ફરીને લોકોના ઘરો અને લોકપ્રિય સ્થળોએ જઈને આશીર્વાદ આપી રહ્યા છે. આ યાત્રા “Highjack 2.0” થીમ પર આધારિત છે.જ્યારે ‘મુંબઈ ચા સેઠ’ ગોકુલધામ સોસાયટીમાં પહોંચ્યા ત્યારે કલાકારોએ બપ્પાને પોતાની સમસ્યાઓ જણાવી. દિલીપ જોશી  એ કહ્યું કે તેઓ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ બપ્પાના વાહન મૂષકના કાનમાં કહી દે છે. અસિત મોદીએ દયા ભાભીની વાપસી માટે ખાસ પ્રાર્થના કરી.

 

View this post on Instagram

 

A post shared by Mumbai cha sheth (@mumbaichasheth)


આ યાત્રા દરમિયાન મહેશ માંજરેકર, સુનીલ ગાવસ્કર, ગણેશ આચાર્ય, અને અંકિતા દવે સહિત અનેક સેલિબ્રિટીઓએ ‘મુંબઈ ચા સેઠ’ના દર્શન કર્યા છે. આ યાત્રા મુંબઈના વિવિધ વિસ્તારોમાં ધૂમ મચાવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More