Site icon

મુંબઈના વેપારીઓએ ભેગા મળીને સરકારની પોલ ખોલી, ચાર વાગ્યા પછી અલગ અલગ જગ્યાએ માર્કેટો કેવી રીતે ખુલ્લી રહે છે એનો વીડિયો શૅર કર્યો ; જુઓ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 જુલાઈ 2021

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે ઠાકરે સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધોનો વ્યાપારી સંઘના નેજા હેઠળ વેપારીઓએ આજે દાદરમાં પ્લાઝા થિયેટર સામે રસ્તા પર ઊતરીને સરકારની ભેદભાવભરી નીતિ, મુંબઈ મહાનગરપાલિકા અને પોલીસની દમનભરી નીતિ સામે વિરોધપ્રર્દશન કર્યાં હતાં. સાથે જ તેમણે સરકાર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

વાહ! ઇઝરાયલમાં રહેતા એક ભારતીય ડૉક્ટરે નેસ્કોમાં કર્યું ગુપ્તદાન; આ મદદથી નેસ્કોમાં શરૂ થઈ પેથોલૉજી લૅબ, જાણો વિગત 

આ દરમિયાન વેપારીઓએ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં માર્કેટ ખુલ્લી રહે છે એનો વીડિયો શૅર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે મુંબઈની અનેક મોટી મોટી માર્કેટ જેમ કે ક્રાફર્ડ માર્કેટ, મોહમ્મદ અલી રોડ, બહેરામપાડા, લિંકિંગ રોડ, ઈર્લા માર્કેટ, આલ્ફા માર્કેટ, ગોવંડી, કુર્લા, ચેંબુર જેવા અમુક ડોમિનેટેડ વિસ્તારમાં આવેલી દુકાનો કોરોનાના પ્રતિબંધ અમલમાં હોવા છતાં અઠવાડિયાના સાતેય દિવસ સાંજે ચાર વાગ્યા બાદ પણ ખુલ્લી રહે છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અહીં છડેચોક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

 

Exit mobile version