Site icon

Mutual Fund: SEBI ETF જેવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે હવે MF Lite ફ્રેમવર્કનો પ્રસ્તાવ મૂક્યો… જાણો વિગતે..

Mutual Fund: માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ જેવી પેસિવ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે એક સરળ નિયમનકારી માળખું પ્રસ્તાવિત કર્યું છે જેથી પાલનની જરૂરિયાતોને સરળ બનાવી શકાય.

Mutual Fund SEBI Now Proposes MF Lite Framework for Mutual Fund Schemes Like ETFs... Know Details..

Mutual Fund SEBI Now Proposes MF Lite Framework for Mutual Fund Schemes Like ETFs... Know Details..

News Continuous Bureau | Mumbai

Mutual Fund:  દેશમાં શેરબજારના નિયમનકાર સેબીએ ( SEBI ) એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ ( ETF ) જેવી પૈસિવ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે અનુપાલનની શરતો હળવી કરવા માટે સરળ નિયમનકારી માળખાનો હાલ પ્રસ્તાવ મૂક્યો હતો. સેબીએ ૨૨ જુલાઇ સુધીમાં આ માટે જાહેર ટિપ્પણીઓ માંગી છે. પેસિવ મ્યુચ્યુઅલ ફંડ (એમએફ) સ્કીમ્સના મેનેજમેન્ટમાં સામેલ તુલનાત્મક રીતે ઓછા જોખમને ધ્યાનમાં રાખીને સેબીએ એમએફ લાઇટ નો હવે પ્રસ્તાવ મૂક્યો છે. 

Join Our WhatsApp Community

એક્ટિવ અને પેસિવ ફંડ ( Passive Mutual Fund Schemes ) બંને ઓફર કરતી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી) પાસે નવા એમએફ લાઇટ માપદંડ હેઠળ પેસિવ બિઝનેસને એક અલગ યુનિટને સોંપવાનો વિકલ્પ પણ હવે આમાં આપવામાં આવશે.

 Mutual Fund: પેસિવ એમએફ સ્કીમ ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ્સ સાથે જોડાયેલી ઇક્વિટીમાં રોકાણ કરે છે. ..

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ તેના કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું કે પેસિવ એમએફ સ્કીમ ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ્સ સાથે જોડાયેલી ઇક્વિટીમાં રોકાણ કરે છે. તેમજ ‘એક્ટિવ ફંડ’ ( Active Fund ) સ્કીમ માટે એક એક્સપર્ટ ફંડ મેનેજરની જરૂર પડે છે. આ એવા ભંડોળ છે જે રોકાણનો સરળ માર્ગ પસંદ કરે છે અને ઇક્વિટી એકત્રિત કરે છે. હવે 22 જુલાઈ સુધીમાં જનતાના અભિપ્રાય અને ટિપ્પણી બાદ આ અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Mic System : સંસદના માઈક પર કેમ થયો હોબાળો, જાણો કોના હાથમાં છે હોય છે માઈક ઓન-ઓફ કરવાનું નિયંત્રણ?.

જો કે, એમએફ માટે હાલનું નિયમનકારી માળખું તમામ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓને ( Mutual Fund Schemes ) સમાન રીતે લાગુ પડે છે. આમાં નેટ અસેટ, ભૂતકાળની કામગીરી અને નફાકારકતા જેવી પ્રવેશ સમસ્યાઓમાં કોઈ તફાવત નથી. વર્તમાન નિયમનકારી માળખામાં વિવિધ જોગવાઈઓ પેસિવ યોજનાઓ માટે અસરકારક અને કારગર ન પણ હોઈ શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને સેબીએ પેસિવ એમએફ પ્લાન માટે એમએફ લાઇટ રેગ્યુલેશનનો પ્રસ્તાવ મૂક્યો છે.

તેનો ઉદ્દેશ્ય અનુપાલનની જરૂરિયાતોને ઘટાડવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવાનો, સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો અને માત્ર પેસિવ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ શરૂ કરવામાં રસ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રવેશને સરળ બનાવવાનો રહેશે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version