News Continuous Bureau | Mumbai
જો તમારા બેંક એકાઉન્ટમાં(Bank account) બેલેન્સ નથી તો તુરંત તેની વ્યવસ્થા કરી લેજો. અન્યથા સરકારની યોજનાના(Government plan) લાભ મેળવી શકાશે નહીં. હકીકતમાં બેંકમાં ખાતું ધરાવતા લોકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(pradhan mantri Jeevan Jyoti Vima Yojana) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો(pradhan mantri surksha veema yojana) લાભ મળે છે.
સરકારની આ બંને યોજનાની રીન્યુઅલની તારીખ 31 મે નજીક આવી ગઈ છે. જો આ બંને એકાઉન્ટમાં બેલેન્સ(Account Balance) નહીં હશે અને આ બંને પ્લાન રીન્યુ કરવામાં આવ્યા નહીં તો તમને ચાર લાખનો વીમો મળશે નહીં.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈ પણ કારણસર મૃત્યુ માટે કવરેજ આપવામાં આવે છે. 18થી 50 વર્ષની ઉંમરના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. પ્રીમિયમ ભરવાથી 55 વર્ષની ઉંમર સુધી વીમો જીવનના જોખમને આવરી લેશે. સરકારની આ યોજના હેઠળ વાર્ષિક 330 રૂપિયાનું પ્રીમિયમ ભરવા પર બે લાખ રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ(Insurance) મળશે. તમારી બેંક અને પોસ્ટ ઓફિસમાં(Post office) તેની નોંધણી કરાવી શકાય છે. આ પ્લાન માં પ્રીમિયમ તમારા ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે.
આ સમાચાર પણ વાંચો : તમે SBIના ગ્રાહકો છો? તો તમને ATMમાંથી પૈસા કાઢવા માટે આ નિયમ લાગુ પડશે. જાણો વિગતે
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, એક્સિડન્ટને(Accident) કારણ મૃત્યુ અથવા શારીરિક અપંગત્વ(Physical disability) માટે ઇન્શ્યોરન્સ કવર કરવામાં આવે છે. 18થી 70 વર્ષની ઉંમરના લોકો આ યોજનાનો ભાગ બની શકે છે. આ વીમા હેઠળ આકસ્મિક મૃત્યુ(Accidental death) માં બે લાખ રૂપિયા અને આંશિક અંપગત્વના કેસમા એક લાખ રૂપિયાની જોગવાઈ છે. આ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ(Annual premium) 12 રૂપિયા છે. એટલે બંને યોજનાનું કુલ પ્રીમિયમ 342 રૂપિયા છે.