News Continuous Bureau | Mumbai
ચોરટાઓ સોના-ચાંદી(Gold Silver)ની રોકડ રકમ સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી જાય એ સામાન્ય વાત છે. પરંતુ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. અહીં એક વેપારીના વેરહાઉસમાં ચોરી થઈ હતી. પરંતુ તે સોના-ચાંદી(Gold Silver)ના દાગીના કે રોકડ રકમની નહીં પણ શાકભાજીની ચોરી થઈ હતી. ચોરે શાકભાજીની પણ ખૂબ જ ચતુરાઈથી ચોરી કરી હતી. ચોરોએ પહેલા લીંબુ પર હાથ સાફ કર્યો.
બજારમાં આજકાલ ફળો કરતાં લીંબુનો ભાવ વધુ છે. આ કારણોસર ચોરોએ વેરહાઉસમાંથી 60 કિલો લીંબુ(Lemon) ચોરી લીધા હતા. એટલું જ નહીં, ચોરોએ લીંબુની સાથે લસણ, ડુંગળી અને કાંદા(vegetable)ની પણ ચોરી કરી હતી.
મામલો ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) શાહજહાંપુર જિલ્લાના તિલ્હારનો છે. અહીં લીંબુના ભાવ આસમાને છે. અહીં એક વેપારીના ગોડાઉનમાં રાતના તસ્કરોએ હાથ માર્યો હતો. ચોરોએ તેમના ગોડાઉનમાંથી 60 કિલો લીંબુ, લગભગ 40 કિલો ડુંગળી, 38 કિલો લસણ અને કાંટાના વજનની ચોરી કરી હતી. હાલ અહીં લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે એ જ લીંબુ બજારમાં 250 થી 280 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : આને સ્વાદના રસિયા કહીએ કે ખાઉધરાઓ… મુંબઈવાસીઓ દિવસના આટલા હજાર ટન કાંદા-બટાકા ખાઈ જાય છે. આંકડો જાણી ચોંકી જશો…
દિલ્હી(Delhi)ના બજારમાં લીંબુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની સ્થાનિક શાકભાજી મંડીમાં છેલ્લા પાંચ દિવસમાં જ તેમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધીનો વધારો થતો જોવા મળ્યો છે. વેપારીઓ અનુસાર ગુજરાતમાં ગયા વર્ષે આવેલ તોફાનને કારણે લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વધુમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં લીંબુના યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતો(Farmer)એ પણ આ વખતે લીંબુના પાકમાં(Lemon Farm) રસ દાખવ્યો નહોતો.