Site icon

નાના વેપારીઓની સમસ્યાઓ જાણવા CAIT દેશભરમાં યોજશે વેપારી સંવાદ અભિયાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

દેશભરમાં રિટેલ વેપાર, ઈ-કોમર્સ અને GST સહિત અન્ય સમસ્યાઓનો સામનો નાના વેપારીઓ કરી રહ્યા છે. તેથી વેપારીઓની આ સમસ્યાઓ પર ચર્ચા કરવા અને તેનો ઉકેલ લાવવા માટે કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અત્યાર સુધીનું સૌથી મોટી જનમત સંગ્રહ કરવાની છે. આ જનમત અભિયાન પહેલી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2022 સુધી દેશભરમાં ચાલશે એવું CAIT તેની પ્રેસ રિલીઝમાં કહ્યું હતું.

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ દેશના વેપારીઓની દિન-પ્રતિદિન સમસ્યાઓ વધી રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે આવેલા નિયંત્રણોને કારણે ધંધાને અસર થઈ છે. રિટેલ વેપાર માટે નીતિનો અભાવ છે. હાલના પરિબળોને કારણે વેપારીઓના ધંધાને તેમના અસ્તિત્વ પર ખતરો નિર્માણ થયો છે. ઈ-કોમર્સ અને GST સહિત અન્ય અનેક સળગતા પ્રશ્નોને કારણે દેશના વેપાર પર વિકટ સંકટ ઊભું થયું છે, તેથી દેશભરમાં વેપારીઓ માટે વેપાર કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. વેપાર કરવાને બદલે વેપારીઓનો મોટાભાગનો સમય. વિવિધ સરકારી વિભાગોની નોટિસ અને સરકારી આદેશોના પાલન કરવામાં જઈ રહ્યો છે. વેપારીઓ આ બધાથી કંટાળી ગયા છે. 

CAIT ના પદાધિકારીઓના કહેવા મુજબ આ તમામ મહત્વના મુદ્દાઓ પર દેશભરમાં પહેલી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો જનમત લેવામાં આવવાનો છે. "સંવાદ રાષ્ટ્રીય અભિયાન"  હેઠળ CAIT ના ટોચના નેતાઓની ટીમ દેશના તમામ રાજ્યોના વિવિધ બજારોના વેપારી સંગઠનો સાથે "ડોર ટુ ડોર" સંપર્ક કરશે અને દરેક વેપારીઓની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરશે અને સમસ્યાઓના નિરાકરણ માટે જનમત જાગૃત કરશે.

ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ, ચાર્જીંગ સ્ટેશન બિઝનેસવાળી આ કંપનીઓ કરી શકે છે તમને માલામાલ. જાણો બિઝનેસ ના બદલતા વહેણ

CAIT ના પદાધિકારીઓના કહેવા મુજબ જે રીતે દેશમાં વેપારીઓની સતત અવગણના કરવામાં આવી રહી છે અને તેમની સાથે સંબંધિત બાબતોમાં તેમની સાથે સલાહ લીધા વિના સરકાર પોતાની મરજીથી નિયમો અને નિયમો લાદી રહી છે, તેનાથી સમગ્ર વેપારીઓમાં ચિંતાનો માહોલ છે. દેશમાં ગુસ્સો અને આક્રોશ છે. GSTમાં મનસ્વી સુધારો, મોટી ઈ-કોમર્સ કંપનીઓના સતત અહંકારને કારણે દેશમાં વેપારીઓની દુકાનો બંધ કરવાની નોબત આવશે. આ અંગે તમામ રાજકીય પક્ષોનું મૌન એ વેપારીઓ માટે ભારે ચિંતાનો વિષય છે. આ મુદ્દાઓ પર તેમની પોતાની લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના કારણે જનમત જાગૃત થશે. આ વિષય પર સંપૂર્ણ રણનીતિ બનાવવા માટે દેશના કેટલાક અગ્રણી બિઝનેસ લીડર્સ 23 જાન્યુઆરીએ દિલ્હીમાં મળવાના છે.

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version