ગ્રાહકો તૈયાર રહો રિચાર્જ માટે વધુ પૈસા ચૂકવવા, એરટેલ, વોડાફોન-આઈડિયા બાદ હવે આ કંપનીનું પણ રિચાર્જ થશે મોંધુ. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 29 નવેમ્બર  2021    
સોમવાર.

એરટેલ અને વોડાફોન આઈડિયા બાદ હવે રિલાયન્સ જીઓ પણ પોતાના દરમાં વધારો કર્યો છે. જિઓના નવા ટેરિફ પ્લાન 1લી ડિસેમ્બર 2021થી દેશભરમાં લાગુ પડશે. તેમાં ડેટા પ્લાન, અનલિમિટેડ પ્લાન જીઓફોન રિચાર્જનો પણ સમાવેશ થાય છે.

રિલાયન્સ જીઓ પોતાના રિચાર્જમાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે. તેથી જિઓના 129 રૂપિયાના રિચાર્જ માટે હવે ગ્રાહકોને 155 રૂપિયા ગણવા પડશે. તો સૌથી સસ્તા ગણાતા 75 રૂપિયા રિચાર્જ માટે હવે 91 રૂપિયા ગણવા પડશે. એરટેલ અને વોડાફોન આઈડિયા બાદ જીઓએ પણ દરમાં વધારો કરતા ગ્રાહકોના ખિસ્સાને અસર થવાની છે.

જિઓના 28 દિવસના 249 રૂપિયાના પ્લાન માટે 299 રૂપિયા ચૂકવવા પડશે. 56 દિવસના 444 રૂપિયાના પ્લાન માટે 533 રૂપિયા અને 84 દિવસના 599 રૂપિયાના પ્લાન માટે 719 રૂપિયા ચૂકવવા પડશે. આ ત્રણે પ્લાનમાં ગ્રાહકોને  2જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલ અને દિવસના 100 એસએમએસ મળે છે.

 

વાંકે પખાલીને ડામ! ગ્રાહક માસ્ક નહીં પહેરે તે માટે દુકાનદારને દંડવો ક્યાંનો ન્યાય? આ તો ભ્રષ્ટાચારને આમંત્રણ, વેપારીઓમાં આક્રોશ.

આ અગાઉ વોડોફોન આઈડિયાએ કંપનીએ પણ 23 નવેમ્બરથી રિચાર્જ મોંઘા કર્યા હતા, 25ન નવેમ્બરથી અમલમાં આવ્યા છે. તેનો સૌથી સૌથી 79 રૂપિયાનો પ્લાન હવે 99 રૂપિયા થઈ ગયો છે. તો 149 રૂપિયાનો પ્લાન 179 રૂપિયાનો થઈ ગયો છે.

એ પહેલા એરટેલે પણ પ્રીપેડ પ્લાનના દરમાં 25 ટકાનો વધારો કર્યો હતો.  તેથી તેના 28 દિવસના પ્રીપેડ પ્લાનની શરૂઆત 99 રૂપિયાથી થશે. કંપનીએ જુલાઈ મહિનામાં 49 રૂપિયાનો પ્લાન યાદીમાંથી હટાવી દીધો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment