ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
નાણામંત્રીએ બેન્કિંગ કર્મચારીની પેન્શનને લઇ મોટી જાહેરાત કરી છે.
નાણામંત્રીએ કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓના મૃત્યુ પર તેના ફેમિલીને મળતું પેન્શનમાં છેલ્લા ટેક હોમ પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ જાહેરાત મુજબ જો કોઇ બેન્કિંગ કર્મચારી મૃત્યુ પામે છે, તો તેના પરિવારને ફેમિલી પેન્શન તરીકે છેલ્લી સેલરીની 30 ટકા રકમ મળશે.
નાણા મંત્રાલયે એમ્પ્લોયી પેન્શન સ્કિમ હેઠળ બેંકોના કોન્ટ્રીબ્યૂશનને વધારવાની મંજૂરી આપી છે. હવે પોતાના કર્મચારીઓ માટે બેંકોના NPSમાં ફાળો વધારી 14 ટકા કર્યો છે. પહેલા તે 10 ટકા હતો.
ઉલેખનીય છે કે પહેલા આવા કિસ્સામાં ફેમિલી પેન્શન 9284 રૂપિયા હતી. ફેમિલી પેન્શન તરીકે હવે બેન્કિંગ કર્મચારીઓના પરિવારને મહત્તમ 35000 રૂપિયા સુધી પેન્શન મળી શકે છે.
પરિણીતી ચોપરાના એક પ્રશંસકે તેને ઇન્સ્ટાગ્રામ પર પૂછ્યું, શું રણવીર સિંહ પિતા બની ગયો છે?