News Continuous Bureau | Mumbai
મુંબઈના ટેક્સીવાળાઓ(Taxi drivers) અનેક દિવસથી ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે. જોકે સરકારે હજી સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. તેથી મુંબઈ ટેક્સી યુનિયને(Mumbai Taxi Union) 15 સપ્ટેમ્બરથી હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી છે.
ટેક્સીવાળાઓએ આ અગાઉ પહેલી ઓગસ્ટના ટેક્સીની હડતાળની(Taxi strike) જાહેરાત કરી હતી. જોકે તે વગરે હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. હવે જોકે ટેક્સી યુનિયનવાળાએ હડતાળ પર ઉતરવાનું નક્કી કરી લીધું છે.
આ સમાચાર પણ વાંચો : શું તહેવારોમાં ભારતના હીરા ઉદ્યોગમાં ફરી આવશે તેજી
મુંબઈના ટેક્સી યુનિયનને ભાડામાં 10 રૂપિયાનો વધારો એટલે કે મિનિમમ 25 રૂપિયાથી વધારીને તેને 35 રૂપિયા કરવાની માગણી કરી છે. તો ઓટોરિક્ષાવાળાના યુનિયને(Union of Autorickshawmen) પણ ભાડામાં વધારો કરવાની માગણી કરી છે. તો ભાડામાં વધારો નહીં કર્યો તો ટેક્સીવાળાની હડતાળને તેઓ સમર્થન આપશે.
ઓટોરિક્ષાવાળાએ ત્રણ રૂપિયાનો વધારો કરવાની માગણી કરી છે. એટલે મિનિમમ 21 રૂપિયાથી મિનિમમ ભાડામાં 24 રૂપિયા થઈ શકે છે.
સૂત્રોના કહેવા મુજબ બહુ જલદી મુંબઇ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરીટી(Mumbai Metropolitan Region Transport Authority) મુંબઈના ટેક્સી અને રિક્ષાના ભાડામાં(rickshaw fare) વધારો કરવાને લઈને બેઠક લેવાના છે.