ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 જુલાઈ 2020
લોકડાઉન ને અનલોક કરવાની પ્રક્રિયા દેશભરમાં શરૂ થઈ ગઈ છે. કોરોના સંકટથી દેશના અર્થતંત્રનું ચક્ર અટકી ગયું છે. તેમ છતાં, અનલોક શરૂ થયાના છેલ્લા બે મહિનામાં, દેશભરમાં સાયકલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. માંગ એટલી વધી ગઈ છે કે જુલાઈના અંત સુધીમાં ઉત્પાદકોએ લગભગ 1 મિલિયન સાયકલ બનાવી દીધી છે.
દેશભરની માંગના આશરે 90 ટકા ઉત્પાદન લુધિયાણામાં થાય છે અને લુધિયાણા ના વ્યવસાયકારોએ પોતાના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો કર્યો છે. ગયા વર્ષે આજ સમય ગાળામાં જે ઉત્પાદન હતું તેના કરતા આ વર્ષે બમણો વધારો થયો છે. અહીંની બ્રાંડિંગ સાયકલ કંપનીઓને નવી સાયકલ માટે મોટા ઓર્ડર મળી રહ્યા છે. 'ઓલ ઈન્ડિયા સાયકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન'ના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે દેશમાં સાયકલનું ઉત્પાદન એપ્રિલમાં શૂન્યથી સાડા ચાર લાખ થયું હતું અને જૂનમાં સાડા આઠ લાખ થયું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com