ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
કાંદા નો ભાવ વધારીને રોકડી કરવાનો દાવ રમી રહેલા વેપારીઓની ગુજરાતના સપ્લાયરોએ ઊંઘ હરામ કરી નાંખી છે. વાત એમ બની કે નવી મુંબઈ સ્થિત એપીએમસીમાં કાંદા બટાકા બજારમાં એકાએક ગુજરાતની 138 ગાડી ભરીને કાંદાની આવક થઈ. આ આવક થવાને કારણે તત્કાળ રીતે કાંદાનો ભાવ દસથી પંદર રૂપિયા પ્રતિ કિલો તૂટી ગયો. જથ્થા બજારમાં 30,528 ગુણી ભરીને કાંદાની આવક થઈ. આટલી મોટી આવક કોઈએ ધારી નહોતી.
આવું થવાને કારણે જે જથ્થાબંધ વેપારીઓ માલ પકડીને બેઠા હતા તેમને ચિંતા થવા માંડી છે. બજારમાં એવી હવા ફેલાવવામાં આવી હતી કે ૧૫મી માર્ચ અગાઉ કોઈ નવો પાક નહીં આવી શકે તેથી કાંદાનો ભાવ ઓછો થવાની શક્યતા નથી.
3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ
બીજી તરફ ગુજરાતમાં થી માલ આવી જતા આ વાર્તાનો છેદ ઉડી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે છૂટક બજારમાં કાંદાના ભાવ તૂટે છે કે નહીં.