ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
ડિજિટલ નાણાકીય વ્યવસ્થા એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર (NEFT) 14 કલાક માટે બંધ રહેવાનું છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 23 તારીખે રાત્રે બાર વાગ્યાથી શરૂ કરીને બીજા દિવસે બપોરે બે વાગ્યા સુધી આ સેવા બંધ રહેવાની છે. આ દરમિયાન તમામ બૅન્કની NEFT સર્વિસ બંધ રહેશે.
પોતાની પ્રેસ રિલીઝમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે NEFT વધુ અસરકારક, ઝડપી તેમ જ એનું પર્ફોર્મન્સ સુધારવા માટે ટેક્નિકલ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેક્નિકલ કામગીરી આશરે 14 કલાક સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે NEFTના માધ્યમથી બે લાખ રૂપિયાની અંદરની રકમ લોકોને ઑનલાઇન ટ્રાન્સફર થઈ શકે છે.
