News Continuous Bureau | Mumbai
શું તમે તમારો Netflix પાસવર્ડ(password) પણ શેર કરો છો? જો હા તો કંપની ટૂંક સમયમાં તેને મુશ્કેલ બનાવવા જઈ રહી છે. કંપનીએ આની જાહેરાત કરી છે. એકાઉન્ટ શેર(Account share) કરવા માટે યુઝરે પૈસા ખર્ચવા પડશે. તેની અસર યુઝર્સ પર આવતા વર્ષથી એટલે કે 2023થી જોવા મળશે. આ સાથે, કંપની પ્રોફાઇલ ટ્રાન્સફર ફીચર(Profile transfer feature) પણ રજૂ કરશે.
Netflix લાંબા સમયથી પાસવર્ડ શેરિંગને(password sharing) મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. હવે નેટફ્લિક્સે આ માટે એક રસ્તો શોધી કાઢ્યો છે. એટલે કે હવે Netflix પાસવર્ડ શેર કરનાર પાસેથી ચાર્જ લેશે. કંપનીએ કહ્યું છે કે આવતા વર્ષથી પાસવર્ડ શેર કરતા ખાતામાંથી પૈસા લેવામાં આવશે.
એટલે કે હવે નેટફ્લિક્સનો પાસવર્ડ શેર કરવો મોંઘો થવા જઈ રહ્યો છે. જો કે કંપનીએ જાહેરમાં આની જાહેરાત કરી નથી. ઇન્કમના રિઝલ્ટને એનાઉન્સ કરતી વખતે કંપનીએ જણાવ્યું કે આગામી વર્ષથી જે લોકો પાસવર્ડને શેર કરવા માંગે છે તેઓની પાસેથી વધારાના મેમ્બરનો ચાર્જ લેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Jioનો દિવાળી બ્લાટ- લોન્ચ કર્યું સસ્તું લેપટોપ JioBook- કિંમત આટલી જ છે
સુવિધા 2023 માં આવી શકે છે
નેટફ્લિક્સે ક્વોટર્લી ઇન્કમના(quarterly income) અહેવાલ દરમિયાન જણાવ્યું હતું કે આખરે અમે શેરિંગ એકાઉન્ટનું મોનેટાઇઝેશન કરી શકીશું. વર્ષ 2023માં તે વહેલી તકે શરૂ કરવામાં આવશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે યુઝર્સના પ્રતિસાદના આધારે અમે એકાઉન્ટ હોલ્ડરને તેમની નેટફ્લિક્સ પ્રોફાઇલ તેમના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપીશું.
આ સાથે તેઓ સરળતાથી તેમના ડિવાઇસને સંચાલિત કરી શકે છે. આને કારણે, તેઓ વધારાના સભ્યો માટે સરળતાથી પેટા-એકાઉન્ટ પણ બનાવી શકે છે. જો કે આ માટે તેઓએ પૈસા ચૂકવવા પડશે. કંપનીએ વધુમાં કહ્યું કે જે દેશોમાં એડ-સપોર્ટ સાથે સસ્તા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે, ત્યાં પ્રોફાઇલ ટ્રાન્સફર ફીચર વિકલ્પ પણ પોપ્યુલર થશે.
તેને આ રીતે સરળ ભાષામાં સમજો જો તમે તમારા બે મિત્રોમાંથી કોઈપણ સાથે નેટફ્લિક્સ એકાઉન્ટ(Netflix account) શેર કરવા માંગો છો તો તમારે બંને મિત્રો માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જો તેઓ ચુકવણી કરવા માંગતા ન હોય તો તેઓ તેમની પ્રોફાઇલ ટ્રાન્સફર કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Jioએ આપ્યો ઝટકો- હવે ડિઝની પ્લસ હોટસ્ટારની સર્વિસ આ પ્લાનમાંથી હટાવી- જાણો વિગતો
આ સાથે તેમના ટીવી શો અને મૂવીનો ડેટા ડિલીટ કરવામાં આવશે નહીં. પ્રોફાઇલ ટ્રાન્સફર ફિચર અને વધારાના સભ્યો માટે ચૂકવણી કરીને કંપની પાસવર્ડ શેરિંગની સમસ્યાને ટાળશે. તેનાથી કંપનીની આવક પર પણ અસર પડશે.