News Continuous Bureau | Mumbai
એક તરફ દેશની સરકાર સંચાલિત અગ્રણી ઈન્શ્યોરન્સ કંપની(Insurance company) LICનો IPO બહાર આવી રહ્યો છે અને રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ LICના IPOમાં રીટેલ કેટેગરીમાં 35 ટકા રિઝર્વ માટે સબસ્ક્રિપ્શન-ભરણું ઓછું આવે અને એનાથી ભારત સરકાર(Indian GOVT) માટે સંકટ ઊભું થાય એવા પ્રયાસ ચાલી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
LICના IPOમાં એચએનઆઈ(HNI) કેટેગરીમાં 15 ટકા અને ક્યુઆઈબી 50 ટકા મળીને 65 ટકા રિઝર્વ્ડ કેટેગરીની સિન્ડિકેટ LICના IPO ના સમયે જ કોઈ પણ યોગ્ય નિર્ણય વિના રીટેલ રોકાણકારો(Retail Investors) આ નવા 100 ટકા કોલેટરલ માર્જિનના(Collateral margin) નિયમથી નિરાશ થઈને ભરણું ભરવા આગળ ન આવે એવા પ્રયાસ ચાલી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
બજારમાં અત્યારે ટ્રેડિંગ(Trading), પે-ઈન અને પે-આઉટ સરળતાથી થઈ રહ્યું છે. કોઈ એવી ડિફોલ્ટરની9Defaulters) ઘટના ઘટી રહી નથી, સિસ્ટમ સરળતાથી કામ કરી રહી છે. એવામાં નવા નિયમથી સંપૂર્ણ બજારને ટ્રેડ ટુ ટ્રેડના “ ટી“ ગ્રુપમાં ધકેલી દેશે એવું માનવામાં આવે છે. તમામ રોકાણકારો અથવા ટ્રેડરોએ જો 100 ટકા ક્રેડિટ બ્રોકરો પાસે જમા હશે તો જ સોદા કરી શકશે.
આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો મારઃ હોમ લોન થશે મોંઘી, દેશની આ અગ્રણી ખાનગી બેંકે વ્યાજ દર વધાર્યા, ગ્રાહકોના EMI વધશે. જાણો વિગતે.
આ નવા નિયમથી બજારમાં મોટી ગભરાટની પરિસ્થિતિ નિર્માણ થશે. ટ્રેડરો અને રોકાણકારોને સવાલ થઈ રહ્યા કે કઈ રીતે પે-ઈનના સમય પહેલા 48 કલાક માં કઈ રીતે 100 ટકા પેમેન્ટની વ્યવસ્થા કરવી?એ પણ અત્યારે 2, મે 2022થી તેનો અમલ થઈ રહ્યો છે.
2, મે 2022ના પહેલા દિવસે રોકાણકારો, ટ્રેડરો જ્યારે સોદા કરવાના પ્રયાસ રશે ત્યારે ખબર પડશે. 3 મે ના બજાર બંધ છે. 4 મે, 2022ના ચર્ચા શરૂ થશે કે નવા માર્જિન નિયમો નો ઉકેલ કઈ રીતે લાવવો. 4 મે,2022 ના તમામને શેર બજાર પર આ નવા નિયમોથી રોષે ભરાશે એવું માનવામાં આવે છે. આ દરમિયાન LICનો IPO ભરણા માટે ખુલશે અને તેને અસર થશે એવું માનવામાં આવે છે.