Site icon

સાવધાન! 1 સપ્ટેમ્બરથી લેણદેણના બદલાઈ જશે આ નિયમો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

પહેલી સપ્ટેમ્બરથી આધાર કાર્ડ, પી.એફ., GST, LPG, ચેક ક્લીઅરન્સ સહિત અનેક નિયમો બદલાઈ જવાના છે. એને કારણે સામાન્ય નાગરિકોનાં ખિસ્સાંને એનો ફટકો પડવાનો છે.

એમ્પલોઈ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન એટલે કે EPFO સેક્શન 142, કોડ ઑફ સોશિયલ સિક્યૉરિટીના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. એથી હવેથી આધાર કાર્ડ અને પ્રોવિડન્ટ ફન્ડ (PF)ના ખાતાને લિન્ક કરવાં જરૂરી રહેશે. અન્યથા પહેલી સપ્ટેમ્બરથી મુશ્કેલી આવી શકે છે.

કંપનીઓ પહેલી સપ્ટેમ્બરથી LPGની કિંમતમાં વધારો કરી રહી છે. જુલાઈમાં LPG સિલન્ડરની કિંમતમાં 25.50 અને ઑગસ્ટમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. અત્યાર સુધી LPGની કિંમતમાં 165 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST) ફાઈલ કરનારાઓ માટે પહેલી સપ્ટેમ્બરથી નવો નિયમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. એ મુજબ જે બિઝનેસ એકમોએ છેલ્લા બે મહિનાનું GSTR 3 B ફાઈલ નથી કર્યું એ એકમો પહેલી સપ્ટેમ્બરથી આઉટવર્ડ સપ્યાઈઝની વિગતો GSTR 1માં ફાઈલ કરી શકશે નહીં એવી સ્પષ્ટતા GST દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ મહિનાનું GSTR 1 પછીના મહિનાની 11 તારીખ સુધી ભરવાનું હોય છે. જ્યારે કર ભરવા માટે GSTR 3 B પછીના મહિનામાં 20થી 24 તારીખ સુધીમાં ભરવાનું હોય છે. સેન્ટ્રલ GST રૂલ્સનો 59 (6) નિયમ પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે. 

કરદાતાઓને મળશે મોટી રાહત: ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદ્દતમાં થઇ શકે છે વધારો ; જાણો વિગતે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વર્ષ 2020માં ચેક કલીઅરન્સને લઈને ન્યૂ પૉઝિટિવ પે સિસ્ટમને નોટિફાય કરી છે. 1 જાન્યુઆરી, 2021થી તે લાગુ થઈ ગઈ છે. બૅન્ક તરફથી આ મુદ્દે sms દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. પૉઝિટિવ પે સિસ્ટમ એક ઑટોમૅટિક ટુલ છે, જે ચેક દ્વારા થતા ફ્રોડ પર નિયંત્રણ લાવશે. ચેક આપનારી વ્યક્તિને એની પૂરી માહિતી બૅન્કને આપવાની રહેશે. બૅન્ક દ્વારા પણ તેને ફરીથી ક્રૉસ ચેક કરવામાં આવશે. અનેક બૅન્કોએ આ સિસ્ટમને અમલમાં મૂકી દીધી છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને 31 ઑગસ્ટ સુધી આધાર કાર્ડને પોતાના કાર્ડ સાથે લિન્ક કરવાનું છે. અન્યથા નાણાકીય વ્યહારમાં મુશ્કેલી આવી શકે છે.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version