ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
કેન્દ્ર સરકારે માઇક્રો, સ્મૉલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)ની વ્યાખ્યામાં સુધારો કર્યો છે. MSMEના પ્રધાન નીતિન ગડકરીએ માહિતી આપી છે કે સરકાર હવે રિટેલર્સ અને જથ્થાબંધ વેપારીઓને પણ MSME દરજ્જો આપશે. આ નિર્ણયથી દેશના ૨.૫ કરોડ રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને ફાયદો થશે.
છૂટક અને જથ્થાબંધ વેપારની પ્રવૃત્તિઓ અગાઉ MSME તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. જોકેઆવી પ્રવૃત્તિઓને માઇક્રો અને લઘુ ઉદ્યોગ ક્ષેત્રમાંથી 2017માં દૂર કરવામાં આવી હતી. એનો તર્ક હતો કે તેઓ ન તો મૅન્યુફૅક્ચરિંગ યુનિટ છે કે ન સર્વિસ યુનિટ. આનાથી તેઓ ઉદ્યોગ આધાર મેમોરન્ડમ (જેને MSME રજિસ્ટ્રેશન કહે છે) મેળવી શકતા ન હતા. હવે આ નવા નિયમનો વેપારીઓ પણ ભાગ બની ગયા છે.
સિડકોની બમ્પર લૉટરી; નવી મુંબઈ અને પનવેલમાં અપાશે આટલાં બધાં મકાનો, જાણો વિગત
આ સંદર્ભે વાતચીત કરતાં ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT)ના ચૅરમૅન મોહન ગુરનાનીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આ પગલાનું અમે સ્વાગત કરીએ છીએ. અમે ઘણા લાંબા સમયથી આ માગણી સરકાર પાસે કરી હતી.”
ઉલ્લેખનીય છે કે હવે વેપારીઓને આના ઘણા બધા ફાયદા થશે. મહારાષ્ટ્ર અને દેશનાં વિવિધ વેપારી સંગઠનો ઘણા લાંબા સમયથી આ માગણી સરકાર પાસે કરતાં હતાં. આ મામલે વિવિધ વેપારી સંગઠનોએ અનેક વાર કેન્દ્ર સરકારને પત્ર લખ્યા હતા.