Site icon

National Stock Exchange: NSEએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ, શેરબજારમાં રિકવરી આવતા એક દિવસમાં 1,971 કરોડ રૂપિયાના થયા ટ્રાન્ઝેક્શન..

National Stock Exchange: દેશમાં મંગળવારે શેરબજારમાં ઉથલપાથલ બાદ બજારમાં લોકોનો વિશ્વાસ પરત આવવાને કારણે ટ્રેડિંગ વોલ્યુમમાં ઉછાળો આવ્યો હતો. જેમાં બુધવારે થોડી રિકવરી જોવા મળી હતી અને નિફ્ટી 736 પોઈન્ટ ઉંચો રહ્યો હતો. સાથે જ NSEએ એક જ દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

NSE sets world record, 1,971 crore transactions in one day after Lok Sabha election results, stock market recovery

NSE sets world record, 1,971 crore transactions in one day after Lok Sabha election results, stock market recovery

 News Continuous Bureau | Mumbai

National Stock Exchange: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ બુધવારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સવારે 9.15 વાગ્યાથી શરૂ થયેલા ટ્રેડિંગમાં બપોરે 3.30 વાગ્યા સુધીના ટ્રેડિંગમાં ( trading ) કુલ 19.71 અબજના ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ સાથે NSE એ એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં ઓર્ડર મેળવવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. આ સિવાય દિવસના ટ્રેડિંગમાં 28.05 કરોડનો વેપાર પણ થયો હતો. 

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સિદ્ધિ વિશે માહિતી આપતા, NSE CEO આશિષ ચૌહાણે પોસ્ટમાં લખ્યું હતું કે, અમે 5 જૂનના રોજ એક દિવસના ટ્રેડિંગમાં ( Stock Market ) માત્ર 6 કલાક અને 15 મિનિટમાં 19.71 બિલિયન ઓર્ડર હેન્ડલ કર્યા છે. એક દિવસ અગાઉ મંગળવારે અપેક્ષિત ચૂંટણી પરિણામો ન મળવાને કારણે શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ લગભગ 6000 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં લગભગ 2000 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો.

National Stock Exchange: શેરબજારમાં ફરી રિકવરી થતાં ગ્રાહકોને મોટી રાહત મળી..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાની અપેક્ષાને કારણે બુધવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો . બુધવારે ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ ( Sensex ) 2303 પોઈન્ટના ઉછાળા સાથે 74,382 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE નિફ્ટી ( Nifty ) પણ 735 પોઈન્ટના ઉછાળા સાથે 22,620 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: JLL India Report: સાત મોટા શહેરોમાં 4.68 લાખ ન વેચાયેલા મકાનો, વેચવામાં 22 મહિના લાગશેઃ રિપોર્ટ..

મંગળવારે ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં રૂ. 31 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. જો કે, લોકોનો વિશ્વાસ વધતા બુધવારે શેરબજારમાં જોરદાર ઉછાળાને કારણે માર્કેટ કેપમાં ( market cap ) જોરદાર ઉછાળો આવ્યો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ફરીથી રૂ. 400 લાખ કરોડને વટાવી ગયું હતું અને રૂ. 407.58 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું હતું. બુધવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 12.75 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો. આ ઉછાળાના કારણે ગ્રાહકોને મોટી રાહત મળી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version