News Continuous Bureau | Mumbai
બજાર(Market)માં છેલ્લા થોડા દિવસથી કાંદા(Onion)નો ઢગલાબંધ માલ ઠલવાતા કાંદા(Onion Price )ના ભાવ ગગડી ગયા છે. કાંદાના ભાવમાં અચાનક થયેલા ઘટાડાથી ગ્રાહકો રાજીના રેડ થઈ ગયા છે. પરંતુ ખેડૂતો(Farmers)ને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે.
એક સમય કાંદાના ભાવ પ્રતિ કિલોએ 80થી 100 રૂપિયા કિલોએ પહોંચી ગયો હતો. જોકે હાલ બજારમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કાંદાનો પુષ્કળ પાક હોવાથી તેના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે. રાજ્યની અગ્રણી બજાર પૈઠણની બજાર સમિતિમાં કાંદા 100 રૂપિયા પ્રતિ ક્વિંટલ જેટલા નીચા ભાવે વેચાઈ રહ્યા છે, તેથી ખેડૂતોને આંખે પાણી આવી ગયા છે.
કાંદાનો બજાર ભાવ વધારવા તેમ જ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે(Central Govt) તાત્કાલિક પગલાં લેવાનો મત મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીએ(Mumbai Agriculture Produce Market Committee) વ્યક્ત કર્યો છે. છેલ્લા બે વર્ષથી નિકાસ સંદર્ભમાં કેન્દ્ર(Central Govt)એ લીધેલા નિર્ણયને પગલે નિકાસને મોટી અસર થઈ છે. પાકિસ્તાન(Pakistan) અને અફઘાનિસ્તાન(Afghanistan)માં પણ મોટા પ્રમાણમાં કાંદા તૈયાર થઈ રહ્યા હોઈ તેની નિકાસ થઈ રહી હોવાથી ભારત(Indian Market)ની બજારને મોટો ફટકો પડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : જીએસટીના દરમાં બદલાવની શક્યતા. હવે સરકાર આ નવી દર પ્રણાલી અમલમાં મૂકવા માંગે છે.
બજારના નિષ્ણતોના કહેવા મુજબ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ 10 ટકા અનુદાન આપવું અપેક્ષિત છે, તેની સામે ફક્ત બે ટકા આપવામાં આવી રહ્યું છે. બજારમાં કાંદાના પાકની મોટા પ્રમાણમાં આવક થઈ હોવાથી ભાવમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે.