Site icon

શું ડુંગળી ના ભાવ દિવાળી સુધીમાં સેન્ચુરી લગાવશે.. કેન્દ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય.. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

22 ઓક્ટોબર 2020 

ડુંગળી ના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. જેને કારણે લોકો પર વધારાનો બોજો આવી પડ્યો છે. ડુંગળી ના વધતા ભાવ કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. દેશમાં ડુંગળીનો પૂરવઠો વધારવા માટે સરકારે ડુંગળીની આયાત ના નિયમોમાં ઢીલ આપી છે. આ સાથે જ વધતા ભાવને કાબૂમાં લેવા માટે બફર સ્ટોકથી વધુ ડુંગળી બજારમાં ઠાલાવવાનો પણ નિર્ણય લેવાયો છે. 

દેશમાં નવો પાક આવવામાં હજુ મહિનાનો સમય બાકી છે આવામાં ડુંગળીનો પૂરવઠો વધારવા માટે સરકાર આયાત પર ભાર મૂકી રહી છે. દેશના સૌથી મોટા ડુંગળીના બજાર લાસણગાંવમાં ડુંગળીનો સરેરાશ ભાવ 7300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આ ભાવ છેલ્લા 10 મહિનામાં સૌથી વધુ છે.  જ્યારે કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે ચેન્નાઈમાં ડુંગળીનો છૂટક ભાવ 73 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. દિલ્હીમાં ડુંગળીના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો, કોલકાતામાં 65 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 67 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. એક અંદાજ છે કે જો આ રીતે જ ભાવ વધતા રહ્યા તો ડુંગળીના  ભાવ દિવાળી સુધીમાં તો 100 રૂપિયે કિલો પહોંચી જશે. 

આ અગાઉ પણ ડુંગળીના ભાવ કાબૂમાં કરવા માટે 19 ઓક્ટોબરના રોજ નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં ઈરાનથી 600 ક્વિન્ટલ ડુંગળી આવી હતી. અત્રે જણાવવાનું કે 14 ઓક્ટોબરના રોજ ડુંગળીના વેપારીઓ પર થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ મંડીમાં વેપારીઓ આવતા ન હતા, એટલે કે એક પ્રકારે બજારમાં ડુંગળીનું કામકાજ બંધ હતું. ગત સોમવારે જ્યારે બજાર ખુલ્યા તો ડુંગળીના ભાવમાં 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો અચાનક ઉછાળો જોવા મળ્યો. જોકે સરકાર ડુંગળી ના કાળાબજાર રોકવા તમામ પ્રયાસો કરી રહી છે..

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version