Online Fake Reviews Update: Amazon, Flipkart, Google અને Facebook પર હવે ફેક રિવ્યુનો આવશે અંત, ઓનલાઈન શોપિંગ પર ભારત સરકારે જારી કર્યો આ નવો નિયમ…

Online Fake Reviews Update: હાલ દેશમાં ઈ-કોમર્સ સંબંધિત ફરિયાદોમાં ભારે વધારો થયો છે. 2018માં 95,270 ફરિયાદો નોંધાઈ હતી, જે 2023માં વધીને 4,44,034 થઈ ગઈ હતી. આ સંખ્યા દર્શાવે છે કે કેટલા ઈ કોર્મસ સાઈટો પર ઓનલાઈન ખરીદી માટે કેટલાક કડક નિયમોની જરૂર છે.

Online Fake Reviews Update Amazon, Flipkart, Google and Facebook agree to these new Indian government rules

Online Fake Reviews Update Amazon, Flipkart, Google and Facebook agree to these new Indian government rules

News Continuous Bureau | Mumbai

Online Fake Reviews Update:  ઓનલાઈન શોપિંગ કરતી વખતે, કેટલીકવાર નકલી પ્રોડક્ટસ રિવ્યુને ( products review ) કારણે લોકોને ઘણી સમસ્યા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે હવે ગ્રાહક બાબતોના વિભાગે એમેઝોન, ફ્લિપકાર્ટ, ગૂગલ અને મેટા જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે બેઠક યોજી હતી. મીટિંગમાં, આ કંપનીઓના પ્રતિનિધિઓએ સરકારના પ્રસ્તાવને સ્વીકાર્યો, જેમાં ‘ઓનલાઈન કન્ઝ્યુમર રિવ્યુ’ માટે IS 19000:2022 નામનું હવે વિશેષ ધોરણ લાગુ કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, ભવિષ્યમાં ઓનલાઈન માલ ખરીદતી વખતે તમને વધુ વિશ્વાસપાત્ર રિવ્યુ જ જોવા મળશે. 

Join Our WhatsApp Community

હાલ દેશમાં ઈ-કોમર્સ સંબંધિત ફરિયાદોમાં ભારે વધારો થયો છે. 2018માં 95,270 ફરિયાદો નોંધાઈ હતી, જે 2023માં વધીને 4,44,034 થઈ ગઈ હતી. આ સંખ્યા દર્શાવે છે કે કેટલા ઈ કોર્મસ સાઈટો પર ઓનલાઈન ખરીદી માટે કેટલાક કડક નિયમોની જરૂર છે.

Online Fake Reviews Update: સરકાર આ માટે એક નવો કાયદો લાવી રહી છે જેનું નામ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર હશે…

સરકાર આ માટે એક નવો કાયદો લાવી રહી છે જેનું નામ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર હશે. આ કાયદો પહેલાથી જ અસ્તિત્વમાં છે તે IS 19000:2022 ધોરણને લાગુ કરશે. આ ધોરણ સમીક્ષકો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ( E-commerce platform ) બંને માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે

આ સમાચાર પણ વાંચો :  LIC Housing Finance Dividend: LIC હાઉસિંગ ફાઇનાન્સનો માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7% થી ઘટ્યો, કંપનીએ જારી કર્યું 450% નું જંગી ડિવિડન્ડ..

  1. આમાં પ્રથમ છેઃ  રિવ્યુ કરવાવાળાની ઓળખ શોધવાની. હવે રિવ્યુઓ અનામી રીતે લખી શકાશે નહીં. આનાથી લોકોને વધુ જવાબદારીપૂર્વક રિવ્યુ લખવા માટે પ્રોત્સાહિત કરાશે.
  2. બીજી વસ્તુ છેઃ રિવ્યુમાં બદલાવ ન કરવો. એકવાર રિવ્યુ લખાઈ જાય, તે બદલી શકાશે નહીં. આનાથી એ સુનિશ્ચિત થશે કે લોકો રિવ્યુ લખતી વખતે સાચી માહિતી આપે છે કે નહીં.
  3. ત્રીજી વસ્તુ છેઃ  બધા જ રિવ્યુ ગ્રાહકોને બતાવવા. ઈ-કોમર્સ કંપનીઓ હવે માત્ર સારા જ રિવ્યુ નહીં બતાવી શકશે. કંપનીએ હવે દરેકને સારી અને ખરાબ બંને રિવ્યુઓ બતાવવાના રહેશે. આનાથી ગ્રાહકો વાસ્તવિક માહિતી મેળવી શકશે.

 આ બેઠકમાં, ગ્રાહક બાબતોના સચિવે આ નવા ધોરણોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, ( Online shopping ) ઓનલાઈન શોપર્સ રિવ્યુ પર ખૂબ આધાર રાખે છે, ખાસ કરીને એવી વસ્તુઓ માટે જે તેઓ સીધી રીતે જોઈ શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે નકલી રિવ્યુઓ ( Fake Reviews ) ઓનલાઈન પ્લેટફોર્મ પરનો વિશ્વાસ ઘટાડે છે અને લોકોને ખોટી વસ્તુઓ ખરીદવા તરફ દબાણ કરી શકે છે.

 

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Maruti Electric MPV: મારુતિનો માસ્ટરપ્લાન! ટૂંક સમયમાં લોન્ચ થશે પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, જાણો માઇલેજ અને કિંમત.
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Exit mobile version