Site icon

ગ્રાહક કૃપયા ધ્યાન દે… છેતરપિંડી રોકવા SBIના ગ્રાહકોને ATMમાંથી કેશ કાઢવા માટે આ કરવું પડશે, અન્યથા પૈસા કાઢી શકાશે નહીં; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ગ્રાહકો સાથે બેંકમાં છેતરપીંડીના બનાવ વધી રહ્યા છે. તેથી ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને સૂચના આપી છે, તે મુજબ હવેથી બેંકના ATMમાંથી કેશ કાઢવા માટે OTP નંબર આવશ્યક રહેશે. અન્યથા પૈસા કાઢી શકાશે નહીં.

Join Our WhatsApp Community

SBIના કહેવા મુજબ નવી સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો માત્ર OTP નંબર એન્ટર કરીને જ પૈસા કાઢી શકશે. ગ્રાહકોને તેમના મોબાઈલ પર એક OTP નંબર મળશે, જે નાખ્યા બાદ જ મશીનમાંથી પૈસા કાઢી શકાશે. એટલે કે હવે ATMમાંથી પૈસા કાઢતા સમયે ગ્રાહકોને તેમનો બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે રાખવો પડશે. એ મોબાઈલ નંબર પર જ OTP નંબર આવશે.

આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે સારા સમાચાર, ભારતમાં સસ્તા થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ દેશમાં ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલ નીચે…

બેંકના કહેવા મુજબ ATM ક્લોનિંગ  અથવા અન્ય છેતરપિંડી ટાળવા માટે આ નવી સિસ્ટમને અમલમાં લાવવામાં આવી છે. OTP નંબર નગર કોઈ રોકડ વ્યવહાર કરી શકાશે નહીં તેથી છેતરપિંડી ટાળી શકાશે. 

OTP નંબરનો નિયમ ફક્ત SBIના ગ્રાહકો માટે જ છે. એટલે કે SBIના એટીએમમાંથી અન્ય બેંકના ગ્રાહકો OTP વગર પૈસા કાઢી શકશે. તેમ જ જો SBIનો ગ્રાહક પૈસા કાઢવા માટે અન્ય બેંકનું એટીએમ વાપરે છે તો તેને પણ OTP લાગશે નહીં.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version