412
Join Our WhatsApp Community
મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના બંગલો એન્ટેલિયાની બહાર મળેલી શંકાસ્પદ સ્કોર્પિયો કાર માલિક મૃત અવસ્થામાં મળી આવ્યો છે. તેણે કથિત રૂપે કલાવા ક્રિકમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
માહિતી મળતાં નૌપાડા પોલિસ સમયસર પહોંચી અને ઘટનાની તપાસ કરી રહી છે.
જોકે હજી આ વિશે કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
આમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે એન્ટાલિયાની બહાર શંકાસ્પદ કાર મળ્યાના કેસમાં હવે એક નવો વળાંક આવી ગયો છે.
You Might Be Interested In