Site icon

Pakistan Economy: કંગાળ પાકિસ્તાનની તિજોરી ખાલી ખમ્મ.. છતાં પાકિસ્તાન શેરબજારમાં રોજ નવા રેકોર્ડ કઈ રીતે? જાણો કોણ કરી રહ્યું છે રોકાણ..

Pakistan Economy: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી છે. પાકિસ્તાનમાં લોકોને જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પણ વધુ પૈસા ચૂકવવા પડે છે. આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પાકિસ્તાન IMF પાસેથી 3 અબજ ડૉલરની લોન લેવાની તૈયારી કરી રહ્યું છે...

Pakistan Economy Poor Pakistan's coffers are empty.. But how are new records in the Pakistan stock market every day

Pakistan Economy Poor Pakistan's coffers are empty.. But how are new records in the Pakistan stock market every day

 News Continuous Bureau | Mumbai

Pakistan Economy: પાકિસ્તાન ( Pakistan ) ની આર્થિક સ્થિતિ ( Economic Status ) કથળી છે. પાકિસ્તાનમાં લોકોને જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પણ વધુ પૈસા ચૂકવવા પડે છે. આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પાકિસ્તાન IMF પાસેથી 3 અબજ ડૉલરની લોન લેવાની તૈયારી કરી રહ્યું છે. મોંઘવારી ( inflation ) દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે, પરંતુ આ બધું હોવા છતાં પાકિસ્તાન શેરબજાર ( Share Market ) ઝડપથી વધી રહ્યું છે. તે દરરોજ નવા સ્તરો પાર કરી રહ્યું છે.

Join Our WhatsApp Community

છેલ્લા સપ્તાહ દરમિયાન પણ પાકિસ્તાનના શેરબજારમાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી છે. ગયા સપ્તાહના અંતિમ દિવસે અહીંના સ્ટોક એક્સચેન્જે ( Stock Exchange ) 65 હજાર અને 66 હજારની સપાટી વટાવી હતી. પાકિસ્તાની ઈન્ડેક્સનું સર્વોચ્ચ સ્તર 66 હજાર 223 રહ્યું છે. તે જ સમયે, છેલ્લા બે મહિનામાં પણ આ સ્ટોકમાં અદભૂત વૃદ્ધિ જોવા મળી છે. ઓક્ટોબરમાં તે 50,000 પર હતો અને ડિસેમ્બરમાં 66,000નો આંકડો વટાવી ગયો છે.

નવેમ્બર મહિનામાં પાકિસ્તાની શેરબજારમાં 35 મિલિયન ડોલરનું વિદેશી રોકાણ ( Foreign investment ) થયું…

રોઇટર્સના અહેવાલો અનુસાર, શેરબજારમાં આટલા ઉછાળાનું કારણ એ છે કે રોકાણકારો મધ્યસ્થ બેંકના નીતિગત વ્યાજ દરમાં કાપની અપેક્ષા રાખી રહ્યા છે. હાલમાં, પ્રવર્તમાન વ્યાજ દર 22%ના વિક્રમી સ્તરે છે અને ફુગાવો તેની ટોચ પર છે. જોકે, ઓક્ટોબરમાં ફુગાવાનો દર વાર્ષિક ધોરણે ઘટીને 26.9% થયો છે. આવી સ્થિતિમાં મોંઘવારી વધુ નીચે આવે તેવી પણ આશા છે. આ ઉપરાંત વિદેશી ચલણનું રોકાણ પણ વધ્યું છે, જેના કારણે શેરબજારમાં આવી તેજી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Adar Poonawalla London House: હવે લંડનનું સૌથી મોંઘુ ઘર એક ભારતીયનું… 1400 કરોડ નું ઘર કોણે ખરીદ્યું? જાણો વિગતવાર અહીં.

ગત સપ્તાહ દરમિયાન પાકિસ્તાનના શેરબજારમાં બેંકોના શેર 1704 ટકા વધ્યા છે. નવેમ્બર મહિનામાં પાકિસ્તાની શેરબજારમાં 35 મિલિયન ડોલરનું વિદેશી રોકાણ થયું હતું. આ રોકાણ છ વર્ષમાં સૌથી વધુ છે. માત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વિદેશી રોકાણકારોએ 1 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

આટલો ઉછાળો હોવા છતાં પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે શેરબજારમાં ઉછાળાનો કોઈ અર્થ નથી કારણ કે મોંઘવારી હજુ ઘણી ઊંચી છે અને તેના ઓછા થવાના કોઈ સંકેત દેખાતા નથી. દેશના જીડીપીમાં વૃદ્ધિ થઈ છે. આ સિવાય લોકોનું કહેવું છે કે પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતાની સૌથી વધુ જરૂર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે લખ્યું કે પાકિસ્તાનમાં કોઈ નિકાસ નથી, ડૉલરનો પ્રવાહ આવવાની શક્યતા ઓછી છે અને આર્થિક ગતિવિધિઓ પણ ઓછી છે. આવી સ્થિતિમાં શેરબજાર તરફ લોકોનો ઝુકાવ રિયલ એસ્ટેટથી દૂર થઈ ગયો છે, જેના કારણે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Exit mobile version