News Continuous Bureau | Mumbai
ભારતમાં ખાદ્યતેલના ભાવ(Edible Oil)માં હોળી(Holi) પછીના છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ ગયા ગુરુવારથી ફરી તેજીનો તબક્કો શરૂ થયો છે. આગામી દિવસમાં ભારતમાં ખાદ્યતેલો અને ખાસ કરીને પામ તેલ(Palm oil)ના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે. પહેલેથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે આ મોટો આંચકો હોઈ શકે છે. દેશમાં તાજેતરમાં પેટ્રોલ(petrol), ડીઝલ(diesel), દૂધ(Milk), સીએનજી(CNG) અને પીએનજી(PNG)ના ભાવમાં થયેલો વધારો લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા(Indonesia)માં પામ ઓઈલ સંકટના કારણે ભારત(India)માં ખાદ્યતેલ(Edible Oil)ના ભાવમાં વધારો થઈ શકે છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયા(Indonesia)માં પામ ઓઈલની અછત સાથે આ એક ખૂબ જ અલગ કટોકટી છે. અછત એટલી મોટી છે કે ઇન્ડોનેશિયાની સરકારે(Indonesia Govt) કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લેવા પડ્યા છે.
શંકર ઠક્કરના જણાવ્યા મુજબ માર્ચ 2021માં, ઇન્ડોનેશિયા(Indonesia)માં એક લિટર બ્રાન્ડેડ રસોઈ તેલની કિંમત 14,000 ઇન્ડોનેશિયન રૂપિયા હતી. માર્ચ 2022 માં, તે વધીને 22,000 ઇન્ડોનેશિયન રૂપિયા થઈ ગઈ હતી. આ રીતે દેશમાં ખાદ્ય તેલમાં એક વર્ષમાં 57%નો વધારો થયો છે. પહેલી ફેબ્રુઆરીના રોજ, ઇન્ડોનેશિયાની સરકારે છૂટક કિંમતની મર્યાદા નક્કી કરી હતી. સ્થાનિક સ્તરે કિંમતોને નિયંત્રિત કરવા ઉપરાંત સરકારે નિકાસકારો માટે નિયમો કડક બનાવ્યા છે. સરકારે નિકાસકારો માટે તેમના આયોજિત શિપમેન્ટના 20 ટકા સ્થાનિક બજારમાં વેચવાનું ફરજિયાત બનાવ્યું હતું અને ત્યારબાદ એક સપ્તાહની અંદર સ્થાનિક બજારમાં 30% વેચવા માટે તેમાં ફેરફાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : બાર કલાકમાં બીજો ઝટકો. સીએનજીના ભાવમાં ફરી વધારો. જાણો આજનો ભાવ વધારો અને નવી કિંમત…
અહીં ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પામ ઓઈલની અછતને જોતા ઈન્ડોનેશિયાની સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ભારત તેનું મોટાભાગનું તેલ ઈન્ડોનેશિયાથી આયાત કરે છે. તેથી, ઈન્ડોનેશિયા(Indonesia)માં પામ ઓઈલની અછતની અસર ટૂંક સમયમાં સ્થાનિક બજારમાં જોવા મળી શકે છે.
ભારત તેના 60% થી વધુ ખાદ્ય તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. તે જ સમયે, કુલ ખાદ્ય તેલમાં પામ તેલનો હિસ્સો 60 ટકા છે, આવી સ્થિતિમાં જો સરકાર સમયસર ધ્યાન નહીં આપે તો તેલના ભાવને કારણે ભારતની જનતાનું બજેટ બગડી શકે છે એવું બજારના નિષ્ણાતોનું કહેવું છે.