News Continuous Bureau | Mumbai
પહેલાથી મોંધવારીનો માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકોને હવે ખાદ્ય તેલના ભાવ આંખે પાણી લાવી રહ્યા છે. હાલ તમામ ખાદ્ય તેલ(Food oil) ઓલ ટાઈમ હાઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના દિનપ્રતિદિન મુશ્કેલીઓ વધતી જોવા મળી છે. ત્યારે આગામી દિવસોમાં જ ઈન્ડોનેશિયાએ(Indonesia) પામતેલના(Palm Oil) નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવ્યો તો ખાદ્ય તેલના ભાવમાં હજી ભડકો થવાનો ભય વેપારી આલમે વ્યક્ત કર્યો છે.
પેટ્રોલ-ડીઝલ, સીએનજી સહિતના તમામ ભાવ આસમાને છે, તેમાં હવે ખાદ્ય તેલ ના ભાવ પણ ઓલ ટાઈમ હાઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના રોજ મુશ્કેલીઓ વધતી જોવા મળી. રાજકોટ સીંગતેલ નો ડબ્બો પહેલી વખત રૂપિયા 2800 ની ઉપર પહોંચી ગયા છે. સીંગતેલના ભાવમાં 20ર રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલનો(Peanut oil) ભાવ 2810 રૂપિયા થયો છે. પામતેલના 2 દિવસમાં 80રૂપિયાનો ભાવ વધતા પામતેલનો ભાવ ડબ્બે 2570 થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવ વધીને 2750 થયો છે.
આ સમાચાર પણ વાંચો : RBIનો ચોંકાવનારો અહેવાલઃ કોરોનાના ઝટકાથી દેશની અર્થવ્યવસ્થાને બહાર આવતા આટલા વર્ષો નીકળી શકે છે. જાણો વિગતે.
પામતેલના ભાવ ઊંચકાતા સીંગતેલ અને કપાસિયા તેલમાં તેજી જોવા મળી રહી છે. ઇન્ડોનેશિયા પામતેલની નિકાસ બંધ કરતા સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. અખિલ ભારતી. ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ના(CAIT) મહાનગર મુંબઈ પ્રાંતના અધ્યક્ષ શંકર ઠક્કરે(Shankar thakkar) ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે હાલ પેટ્રોલ, ડિઝલ, સીએનજી જેવા ઇંધણના ભાવમાં ધરખમ વધારો થયો છે. રો મટિરિયિલના(raw Material) ભાવમાં વધારો થયો છે. ઈંધણ અને ક્રુડ ઓઈલના ભાવ વધતા ટીનની કોસ્ટિંગ વધી ગઈ છે. ટ્રાન્સપોર્ટેશનનો(Transportation) ખર્ચ વધી ગયો છે.તેમાં પાછું ઈંડોનેશિયાથી આવતું પાલ તેલ પણ બંધ થઈ ગયું છે. આ તમામ બાબતો અસર ખાદ્ય તેલના ભાવને થઈ છે.
જો ઈંડોનેશિયાએ પામઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ પાછો નહીં ખેંચે તો ભાવ હજી વધી શકે છે એવુ જણાવતા શંકર ઠક્કરે કહ્યું હતું કે ઈદ પછી ઈન્ડોનેશિયામાં મીટીંગ થવાની છે. જો એ મિટિંગમાં તેઓ પામ તેલની નિકાસની પોલિસીમાં ફેરફાર કરવામાં આવે છે અને જોકે પામતેલની નિકાસ ફરી ચાલુ થાય છે. તો કદાચ ભારતમાં ખાદ્ય તેલ ના ભાવમાં ઘટાડો થઈ શકે છે.