Site icon

Patanjali Foods : બાબા રામદેવની કંપની આટલા ટન લાલ મરચાં મંગાવશે પરત, ગ્રાહકોને પૂરા પૈસા મળશે પાછા; જાણો શું છે કારણ…

Patanjali Foods :FSSAI એ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. FSSAI એ કંપનીના લાલ મરચાના પાવડરનો સંપૂર્ણ જથ્થો બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ આપ્યો છે. લાલ મરચાંના પાવડરનો એક ચોક્કસ જથ્થો ફૂડ રેગ્યુલેટર FSSAI ના ધોરણોને પૂર્ણ કરતો ન હતો, જેના પછી ફૂડ રેગ્યુલેટરે આ આદેશ આપ્યો છે.

Patanjali Foods Baba Ramdev-led Patanjali Foods recalls 4 tonnes of red chilli powder; urges customers to return product

Patanjali Foods Baba Ramdev-led Patanjali Foods recalls 4 tonnes of red chilli powder; urges customers to return product

  News Continuous Bureau | Mumbai 

Patanjali Foods : યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ લાલ મરચાના પાવડરમાં ખામીઓ મળી આવ્યા બાદ ફૂડ રેગ્યુલેટર FSSAI ના નિર્દેશોનું પાલન કરીને તેના પેકેટ પાછા મંગાવવાનો નિર્ણય લીધો છે. કંપની આ માટે ગ્રાહકોને પૈસા પણ પરત કરશે.

Join Our WhatsApp Community

 મીડિયા રિપોર્ટ અનુસાર, પતંજલિ ફૂડ્સ લિમિટેડ બજારમાંથી ચાર ટન લાલ મરચાંનો પાવડર પાછો ખેંચવા જઈ રહી છે. આ લાલ મરચું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના સલામતી ધોરણોને પૂર્ણ કરતું નથી. તેથી, કંપની એક બેચના બધા લાલ મરચાંના પાવડર પાછા મંગાવશે અને ગ્રાહકોને પૈસા પરત કરશે.

Patanjali Foods : 200 ગ્રામના પેકેટ પાછા આવશે.

પતંજલિ ફૂડ્સ લિમિટેડના સીઈઓ સંજીવ અસ્થાનાએ જણાવ્યું છે કે, પતંજલિ ફૂડ્સે ચાર ટન લાલ મરચાં પાવડર (200 ગ્રામ પેક) ની બેચ પાછી ખેંચી લીધી છે. આ બેચના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જંતુનાશક અવશેષો મહત્તમ અનુમતિપાત્ર મર્યાદામાં ન હોવાનું જાણવા મળ્યું હતું. તેથી, FSSAI એ આ પેકેટો પાછા ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. FSSAI એ લાલ મરચાંના પાવડર સહિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો માટે જંતુનાશક અવશેષોની મહત્તમ મર્યાદા (MRL) નક્કી કરી છે.

આ સમાચાર પણ વાંચો : Baba Ramdev video : યોગ ગુરુ બાબા રામદેવે કાઢ્યું ગધેડીનું દૂધ, પિતા જ કહ્યું, ‘વેરી ટેસ્ટી!’; ફાયદા પણ ગણાવ્યા, જુઓ વિડીયો

FSSAI એ પતંજલિ ફૂડ્સને બજારમાંથી બેચ નંબર – AJD2400012 ના સમગ્ર લાલ મરચાના કન્સાઇન્મેન્ટને પાછા ખેંચવા જણાવ્યું છે. સંજીવ અસ્થાના કહે છે કે FSSAI ના આદેશ મુજબ, કંપનીએ તેના સ્ટોકિસ્ટ્સને આ અંગેની માહિતી મોકલી છે અને તેમને આ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. કંપની જાહેરાત દ્વારા ઉત્પાદન ખરીદનારા ગ્રાહકો સુધી આ માહિતી પણ પહોંચાડશે.

Patanjali Foods : ગ્રાહકોને પૂરા પૈસા પાછા મળશે.

કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ લાલ મરચું જ્યાંથી ખરીદ્યું છે ત્યાં પરત કરે અને તેમને તેમના પૂરા પૈસા પાછા મળશે. કંપનીનું કહેવું છે કે તે જે લાલ મરચાં પાછા મંગાવી રહી છે તે ખૂબ જ ઓછી છે અને તેની કિંમત પણ ખૂબ ઓછી છે. કંપની તેના કૃષિ ઉત્પાદનોની સપ્લાય ચેઇનનું મૂલ્યાંકન કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં તેમની ખરીદી માટે કડક નિયમો બનાવવા જઈ રહી છે.

બાબા રામદેવના પતંજલિ આયુર્વેદ ગ્રુપે રુચિ સોયા કંપનીને હસ્તગત કર્યા પછી તેનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ રાખ્યું. તે દેશની અગ્રણી FMCG (રોજિંદા ઉપયોગની ઘરગથ્થુ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપની) કંપનીઓમાંની એક છે.

Patanjali Foods : મિઝોરમમાં પામ ઓઇલ મિલ સ્થાપશે

બીજી તરફ અહેવાલ છે કે પતંજલિ ફૂડ્સ લિમિટેડ મિઝોરમમાં પામ ઓઇલ મિલ સ્થાપશે. એક અધિકારીએ સમાચાર એજન્સીને આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે કંપનીના બે વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવારે આ સંદર્ભમાં આઈઝોલમાં મુખ્યમંત્રી લાલદુહોમાને મળ્યા હતા. તેમણે કહ્યું કે આ મિલ દક્ષિણ મિઝોરમના લોંગટલાઈ જિલ્લાના લિયાફા ખાતે સ્થાપિત કરવામાં આવશે અને કંપનીને આશા છે કે આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થશે.

 

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version