Site icon

પરિણીત લોકો માટે ખુશખબર: હવે સરકાર આપશે 18,500 માસિક પેન્શન, ફટાફટ કરો એપ્લાય

પરિણીત લોકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. હવે તમને ઘણો ફાયદો થઈ શકે છે. મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજનાચલાવવામાં આવી રહી છે

 News Continuous Bureau | Mumbai

Modi Government PMVVY Scheme: પરિણીત લોકો (married people)  માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. હવે તમને ઘણો ફાયદો થઈ શકે છે. મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) ચલાવવામાં આવી રહી છે. તેમાં તમને માસિક પેન્શનની ગેરંટી પણ મળે છે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા માંગો છો, તો તમે 31 માર્ચ, 2023 સુધી રોકાણ કરી શકો છો. જો પતિ અને પત્ની બંને ઈચ્છે તો તેઓ અત્યારે જ રોકાણ કરી શકે છે અને 60 વર્ષની ઉંમર પછી તેનો લાભ લઈ શકે છે. ચાલો જાણીએ આ યોજના વિશે.

Join Our WhatsApp Community

વય વંદના યોજના શું છે ? (Vay Vandana Yojana)

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 26 મે 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ એક એવી સામાજિક સુરક્ષા યોજના છે, જેમાં લાભાર્થીને માસિક પેન્શન મળશે. ભારત સરકાર આ યોજના લાવી છે અને તે ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત છે. જો પતિ અને પત્ની બંનેની ઉંમર 60 વર્ષ વટાવી ગઈ હોય તો તેઓ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આપને જણાવી દઈએ કે પહેલા રોકાણની મર્યાદા 7.5 લાખ રૂપિયા હતી, જેને બમણી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સિનિયર સિટિઝનને આ યોજનામાં વધુ વ્યાજ મળે છે.

આ સમાચાર પણ વાંચો: સેમસંગનો 5G ફોન 10,500 રૂપિયા થયો સસ્તો, કાલ સુધીની જ છે આ શાનદાર ઓફર

10 લાખ રૂપિયાના રોકાણ પર 9,250 રૂપિયા દર મહિને પેન્શન

60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો આ વિશેષ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ રોકાણ 31 માર્ચ, 2023 પહેલા કરવું પડશે. તેમાં રોકાણના આધારે દર મહિને 1000 રૂપિયાથી 9250 રૂપિયાનું પેન્શન મળે છે. એટલે કે જો તમે ઓછામાં ઓછા 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મળશે, જ્યારે 15 લાખ રૂપિયાના રોકાણ પર દર મહિને 9,250 રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્ની આ યોજનામાં રોકાણ કરે છે, તો 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પછી તમને બંનેને દર મહિને 18,500 રૂપિયાનું પેન્શન મળશે.

10 વર્ષમાં મળશે સંપૂર્ણ એમાઉન્ટ

આપને જણાવી દઈએ કે આ સ્કીમ 10 વર્ષ માટે છે, એટલે કે 10 વર્ષમાં તમને સંપૂર્ણ રકમ પરત મળી જશે. આ સિવાય તમને જમા રૂપિયા પર માસિક પેન્શન પણ મળતું રહેશે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે 10 વર્ષ સુધી આ સ્કીમમાં રહેશો તો 10 વર્ષ પછી તમને તમારા રોકાણ કરેલા રૂપિયા પાછા મળશે. એટલું જ નહીં તમે આ સ્કીમ ગમે ત્યારે સરન્ડર કરી શકો છો.

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version