સરકારી ઑઇલ કંપનીઓએ બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 94.76 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.66 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 100.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.99 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
નોંધનીય છે કે આ પહેલા 1 જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો હતો
