પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત 10માં દિવસે વધ્યા છે.
ઓઇલ માર્કેટિગ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 થી 35 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને 89.88 રૂપિયા અને ડીઝલનો ભાવ 80.27 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. તો મુંબઈમાં પેટ્રોલનો ભાવ વધીને 96.32 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.32 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.