ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલની કિંમતમાં 20થી 25 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત સ્થિર રાખવામાં આવી છે.
આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા અને ડીઝલની કિંમત 88.82 રૂપિયા પ્રતિ લિટર થઇ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 96.41 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
ઉલ્લેખનીય છે કે 18 દિવસ પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરાયો છે. આ પહેલા ઇંધણની કિંમતમાં 5 સપ્ટેમ્બરના રોજ ફેરફાર કરાયો હતો.
