ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જાઓ! સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા; જાણો આજે કેટલા પૈસાનો વધારો ઝીંકાયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

શનિવાર

આજે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. તેમના ભાવ છેલ્લા પાંચ દિવસથી વધી રહ્યા છે. 

સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો અને ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો કર્યો છે.  

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 102.14 રૂપિયા અને ડીઝલ 90.48 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈમાં પેટ્રોલ 108.19  રૂપિયા અને ડીઝલ 98.16 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ 90 પૈસા મોંઘુ થયું છે. અને ડીઝલ છેલ્લા નવ દિવસમાં 1.80 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે.

જીવલેણ યુ-ટર્ન : લોઅર પરેલના ફ્લાયઓવર પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, બે યુવકોનાં મોત, ઘટના CCTVમાં કેદ; જુઓ વીડિયો અને જાણો વિગતે
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *