Site icon

Petrol-Diesel Sale: સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણમાં ઘટાડો થયો, તો પેટ્રોલની માંગ આટલા ટકા વધી; શું હવે દરોમાં રાહત મળશે?

Petrol-Diesel Sale: સપ્ટેમ્બર મહિનામાં ડીઝલની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેનું કારણ ધીમી ઔદ્યોગિક ગતિવિધિઓ હોવાનું કહેવાય છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે પેટ્રોલના વેચાણમાં વધારો થયો છે.

Petrol-Diesel Sale: Diesel sales in India drop 3% in September, while petrol sales increase by 5.4%

Petrol-Diesel Sale: Diesel sales in India drop 3% in September, while petrol sales increase by 5.4%

News Continuous Bureau | Mumbai 

Petrol-Diesel Sale: સપ્ટેમ્બર 2023 માટે પેટ્રોલ ( Petrol ) અને ડીઝલના ( diesel ) વેચાણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય જાહેર ક્ષેત્રની ( public sector )  પેટ્રોલિયમ કંપનીઓના ( petroleum companies ) ડીઝલના વેચાણમાં સપ્ટેમ્બરમાં ઘટાડો થયો છે, જોકે, પેટ્રોલનું વેચાણ વધ્યું છે. આ માહિતી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના પ્રારંભિક ડેટામાંથી પ્રાપ્ત થઈ છે.

Join Our WhatsApp Community

દેશના કેટલાક ભાગોમાં નબળી માંગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ( industrial activities ) મંદીને કારણે સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણમાં ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. દેશમાં સૌથી વધુ વપરાતું ઇંધણ ડીઝલનું વેચાણ ( Sale of fuel diesel ) સપ્ટેમ્બરમાં ઘટીને 58.1 લાખ ટન થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 59.9 લાખ ટન હતું. સપ્ટેમ્બરના પ્રથમ 15 દિવસમાં ડીઝલની માંગમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે ઓછા વરસાદને કારણે આગામી 15 દિવસમાં ડીઝલની માંગમાં વધારો થયો હતો. જો મહિના દર મહિનાના આધાર પર જોવામાં આવે તો ડીઝલનું વેચાણ માસિક ધોરણે 2.5 ટકા વધારે છે. ઓગસ્ટમાં ડીઝલનું વેચાણ 56.7 લાખ ટન હતું.

દેશમાં તેલની માંગ વધુ રહેવાની શક્યતા

સામાન્ય રીતે, ચોમાસા દરમિયાન ડીઝલનું વેચાણ ઘટે છે, કારણ કે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રની ( agricultural sector ) માંગ ઓછી રહે છે. ડીઝલનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં સિંચાઈ, લણણી અને પરિવહન માટે બળતણ તરીકે થાય છે. જોકે, ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે સ્થિર અને સ્વસ્થ આર્થિક ગતિવિધિઓ અને હવાઈ મુસાફરીમાં સુધારા સાથે વર્ષના બાકીના મહિનામાં દેશમાં તેલની માંગ ઊંચી રહેશે.

જાણો પેટ્રોલના વેચાણના આંકડા

ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 5.4 ટકા વધીને 28 લાખ ટન થયું છે. ઓગસ્ટમાં પેટ્રોલની માંગમાં વધારો લગભગ સ્થિર રહ્યો છે. સપ્ટેમ્બરમાં મહિના દર મહિનાના આધાર પર પેટ્રોલની માંગમાં 5.6 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં પેટ્રોલનો વપરાશ કોવિડ-અસરગ્રસ્ત સપ્ટેમ્બર, 2021ની સરખામણીમાં 19.3 ટકા વધુ હતો અને પૂર્વ રોગચાળાના સમયગાળા એટલે કે સપ્ટેમ્બર, 2019 કરતાં 30 ટકા વધુ હતો. ડીઝલનો વપરાશ સપ્ટેમ્બર, 2021ની સરખામણીમાં 19 ટકા અને સપ્ટેમ્બર, 2019ની સરખામણીમાં 11.5 ટકા વધુ હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai Toll Hike: મુંબઈમાં રોડ પર વાહન ચલાવવું હવે થશે મોંઘુ, ટોલ ટેક્સમાં આટલા ટકાનો થયો વધારો, જાણો શું છે નવા દર… વાંચો વિગતે અહીં..

એટીએફની માંગ પણ વધી

એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારા વચ્ચે સપ્ટેમ્બરમાં એવિએશન ફ્યુઅલ એટીએફની માંગ 7.5 ટકા વધીને 5,96,500 ટન થઈ છે. સપ્ટેમ્બર, 2021ની સરખામણીમાં તે 55.2 ટકા વધુ હતું. જ્યારે પ્રી-કોવિડ એટલે કે સપ્ટેમ્બર 2019ની સરખામણીમાં તે 3.55 ટકા ઓછું હતું. માસિક ધોરણે સપ્ટેમ્બરમાં જેટ ફ્યુઅલની માંગ સ્થિર રહી હતી. ઓગસ્ટ 2023માં ઉડ્ડયન ઇંધણની માંગ 5,99,100 ટન હતી.

LPG વેચાણના આંકડા કેવા હતા?

સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે રાંધણ ગેસ (LPG)નું વેચાણ છ ટકા વધીને 26.7 લાખ ટન પર પહોંચ્યું છે. સપ્ટેમ્બર, 2021ની સરખામણીમાં એલપીજીનો વપરાશ 11.4 ટકા વધુ હતો અને કોવિડ પહેલાના સમયગાળા એટલે કે સપ્ટેમ્બર, 2019ની સરખામણીમાં 23.3 ટકા વધુ હતો. માસિક ધોરણે એલપીજીની માંગમાં 7.3 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટમાં એલપીજીની માંગ 24.9 લાખ ટન હતી.

એપ્રિલ અને મે મહિનામાં ડીઝલનો વપરાશ અનુક્રમે 6.7 ટકા અને 9.3 ટકા વધ્યો હતો કારણ કે તે સમયે કૃષિ ક્ષેત્રની માંગ સારી હતી. આ સિવાય ઉનાળાના કારણે કારમાં એર કંડિશનરનો ઉપયોગ વધી ગયો હતો.

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version