Site icon

આજે ફરી પેટ્રોલના ભાવમાં વધારો કરાયો.. જાણો શું છે આજનો ભાવ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

01 સપ્ટેમ્બર 2020

આજે 17 દિવસ બાદ ફરી એકવાર પેટ્રોલ કિંમતમાં વધારો થતા સામાન્ય નાગરીકની હાલત કફોડી બની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધુ ખાસ હલચલ નોંધાઈ નથી. પરંતું બે અઠવાડિયાના વિરામ બાદ આજે ભારતમાં ઇંધણના ભાવો ફરી વધ્યા છે. લોકડાઉનને કારણે આખા દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થતા લોકોની આર્થિક ગાડી હજી પાટે ચઢી નથી તે પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચી રહયાં છે… 

        પેટ્રોલના ભાવમાં આજે 1.65 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલ ના ભાવમાં કોઈ ભાવ વધારો થયો નથી.  

# દિલ્હી પેટ્રોલ 82.08 અને ડીઝલ 73.56 રુ. થયું છે. 

          આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામૂલી વધઘટ થવાં છતાં ઘરઆંગણે ઇંધણના ભાવમાં વધારો કરી દેવાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે અને આ ભાવ વધારામાં સૌથી મોટો હિસ્સો 'ટેક્સ'નો ભાવ અંદાજે 53 રૂપિયા પ્રતિ લીટર છે. જેમાં કેન્દ્ર સરકારે ક્રૂડના બેરલ દીઠ ભાવ ઘટતા એક્સાઇઝ ડ્યુટી વધારી અને રાજ્યોએ પણ વેટ વધારી દીધાનું આ પરિણામ છે. 

ક્રૂડ ઓઇલના ભાવમાં હવે વૃદ્ધિનું વલણ જોવા મળશે એમ નિષ્ણાતોનો મત છે. ગયા સપ્તાહે વૈશ્વિક બજારમાં માંગના અભાવને કારણે કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. પરંતુ આ અઠવાડિયામાં થોડો વધારાનો ટ્રેડ જોવા મળ્યો છે.  WTI ક્રૂડ ગઈકાલે બજાર બંધ થતાં સુધીમાં પ્રતિ બેરલ 0.23 ડોલર અને ક્રૂડ ઓઇલ 0.30 ડોલરના ઉછાળા સાથે જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગયા જુલાઈ માસમાં સરકારી ઓઇલ કંપનીઓએ માત્ર ડીઝલની કિંમતમાં વધારો કર્યો હતો. જ્યારે હાલ માત્ર પેટ્રોલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Exit mobile version