News Continuous Bureau | Mumbai
ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેકચરર એસોસિયેશને 12 માર્ચ 2022થી હડતાલ પર ઉતરી જવાની જાહેરાત કરી છે. આ હડતાલ દસ દિવસ સુધી ચાલશે. એટલે કે 21થી 31 માર્ચ દેશભરના કારખાના બંધ રહેશે. એસોસિયેશનની આ આ જાહેરાતને પગલે આગામી દિવસોમાં હજારો લોકોની રોજગારી સામે સંકટ નિર્માણ થઈ ગયું છે.
કોરોના મહામારીથી માંડ બેઠો થયેલા દેશના વેપાર-ઉદ્યોગ ફરી માઠી દશા બેઠી હોવાનું જણાઈ રહ્યું છે. ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેકચરર એસોસિયેશનની 12 માર્ચના બેઠક થઈ હતી, તેમાં જુદા જુદા કારણસર સર્વાનુમતે દસ દિવસ ફેક્ટરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : જાગો ગ્રાહકો જાગો! પોસ્ટ ઓફિસમાં પહેલી એપ્રિલથી ગ્રાહકોને મળતી આ સુવિધા બંધ થઈ જશે. જાણો વિગતે
ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ મેન્યુફેક્ચરર અસોસિયેશના સભ્યએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે પોલીસ્ટ્રીન પાવડરના ભાવમાં ઘણા મહિનાઓથી દર અઠવાડિયે વધારો થતો આવ્યો છે. પેપર, પુઠા, કાર્ડ બોર્ડ અને કલરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એપ્લીકેબલ કરવા માટે વિનંતી કરી હતી. મહારાષ્ટ્ર સરકારમાં પણ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને નાણાં પ્રધાન અજિત પવાર સહિત જયંત પાટીલની મુલાકાત લઈને તેમને GST લાગુ કરવાની અપીલ કરી હતી. GST એપ્લીકેબલ થાય તો સેટ ઓફ મળે અને પ્લાસ્ટિક બેંગલ્સ ઓછી કિંમતમાં આવી શકાય. એટલું જ નહીં પણ મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનર સાથે આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. એટલું ઓછું હોય તે માર્કેટમાં જોઈએ તે પ્રમાણેનો ભાવ મળતો નથી. સરકાર સુધી અનેક વખત વાત પહોંચાડવાના પ્રયાસ કર્યા છે. પરંતુ વેપારીઓનું કોઈ સાંભળવામાં આવતું નથી. તેથી નાછૂટકે આ પગલું લેવામાં આવ્યું છે.
બેંગલ્સ મેન્યુફેક્ચરર સાથે જોડાયેલા એક વેપારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે દસ દિવસ કારખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ માર્કેટમાં માલની ડિલિવરી પણ સંદતર બંધ રાખવામાં આવવાની છે. 31 માર્ચ પછી બંધ ચાલુ રાખવો કે નહીં તેની જાણ સભ્યોને કરાશે