Site icon

PM Modi : PM મોદીએ Googleના CEO સુંદર પિચાઇ સાથે કરી ચર્ચા, AI સમિટ માટે આપ્યું આમંત્રણ.. જાણો શું છે આ ખાસ વાતચિત.

PM Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, ઑક્ટોબર 16 ના રોજ ડિજિટલ માધ્યમ દ્વારા Google અને આલ્ફાબેટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુંદર પિચાઈ સાથે વાત કરી હતી.

PM Modi discussed with Google CEO Sundar Pichai

PM Modi discussed with Google CEO Sundar Pichai

News Continuous Bureau | Mumbai 

PM Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવાર, ઑક્ટોબર 16 ના રોજ ડિજિટલ માધ્યમ દ્વારા Google અને આલ્ફાબેટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુંદર પિચાઈ (Sundar Pichai) સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિસ્તરણમાં ભાગ લેવાની ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલની યોજના અંગે ચર્ચા કરી હતી.

Join Our WhatsApp Community

પીએમ મોદી અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે ડિસેમ્બર 2023માં ભારત દ્વારા નવી દિલ્હીમાં આયોજિત થનારી AI સમિટ (AI Summit) ને લઈને પણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ આગામી AI સમિટમાં વૈશ્વિક ભાગીદારીમાં યોગદાન આપવા માટે ગૂગલને પણ આમંત્રણ આપ્યું હતું.

વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે PM મોદીએ ભારતમાં Chromebooks બનાવવા માટે ‘HP’ સાથે Googleની ભાગીદારીની પ્રશંસા કરી હતી. પીએમઓએ કહ્યું, “વડાપ્રધાને ગૂગલની 100 ભાષાઓની પહેલની પ્રશંસા કરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત સોલ્યુશન્સ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના તેના પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ગુડ ગવર્નન્સ માટે AI સોલ્યુશન્સ પર કામ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.”

 વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવા માટે Google ની યોજનાને આવકારી…

PM મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT) માં વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવા માટે Google ની યોજનાને આવકારી હતી. પીએમઓએ જણાવ્યું કે સુંદર પિચાઈએ પીએમ મોદીને ‘ગુગલ પે’ અને યુપીઆઈની પહોંચ વધારીને ભારતમાં નાણાકીય સમાવેશને સુધારવાની Googleની યોજનાઓ વિશે માહિતી આપી હતી.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે અમને ગિફ્ટ સિટી, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવા વિશે જણાવતા આનંદ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન હંમેશા સમય કરતાં આગળ રહ્યું છે. મને લાગે છે કે આ એક બ્લુપ્રિન્ટ છે જેને અન્ય દેશો અનુસરશે.

આ સમાચાર પણ વાંચો : Meerut Blast: ઉત્તરપ્રદેશના મેરઠમાં મોટી દુર્ઘટના, વહેલી સવારે મકાનમાં થયો ભયાનક બ્લાસ્ટ, ચારના મોત આટલા લોકો ઘાયલ..

IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version