ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
એન્ટરપ્રેનર ઓફ ધ યર ના એવોર્ડ સમારંભ ને સંબોધતા મુકેશ અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. કહ્યું, દેશમાં વડાપ્રધાનને કારણે ઔદ્યોગિક ક્ષેત્રે અવસરોની બહુ મોટી સુનામી આવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ગઇકાલના ભારત અને આજના ભારતમાં ઘણો તફાવત છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારત દેશે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. અને એનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.નરેન્દ્ર મોદી એ પ્રાઈવેટ સેક્ટરને ડેવલપ કરવામાં પણ બહુ મોટો ફાળો આપ્યો છે.
મુકેશ અંબાણી ના મતે, આવતા દશકમાં ભારત દેશ દુનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થવાની શક્યતા ધરાવે છે.
