News Continuous Bureau | Mumbai
PMFME scheme : ભારત સરકાર(Indian govt) ના ફુડ મીનીસ્ટ્રી દ્વારા સમગ્ર ગુજરાત(Gujarat)માં પ્રધાનમંત્રી ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ (PMFME સ્કીમ) છે. આ યોજના અંતર્ગત બેંકમાંથી કોઇ પણ કો લેટરલ(ગેરંટી) વગર ૧૦૦ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે અને મંજુર થયેલ પ્રોજેક્ટ કિમતની ૩૫% સબસીડી જે મહત્તમ રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં મળી શકે છે. પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ નિમણુંક કરેલ ડી.આર.પી. નો સંપર્ક કરવાનો રહેશે. પ્રોજેક્ટ બનાવવાથી માંડી ઓનલાઇન રજૂ કરવા સુધી દરેક બાબતે મદદ કરવા સરકારના જિલ્લા કક્ષાએ ડી.આર.પી.(વિષય તજજ્ઞ) રાખવામાં આવ્યા છે. યોજનાનો લાભ લેવા હાલ ચાલી રહેલ મુલ્યવર્ધનના ઉદ્યોગ (Business) ને વધારી પણ શકો અને નવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ ચાલુ પણ કરી શકાય છે. આવા નાના ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગો જેવા કે, અથાણું, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, કેન્ડી વગેરે ઉભા થવાથી આપણે ફળ-શાકભાજીનો બગાડ અટકાવી શકાય છે અને ખેડુતો(Farmer)ને વધારે પોષણ-ક્ષમ ભાવો મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Rains: ઘરેથી નીકળતા પહેલા વાંચો આ સમાચાર, પુણે સહિત આ 4 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ.. મંદિરોમાં પણ ભરાયા પાણી.. જુઓ વિડીયો
સુરત(Surat) જિલ્લા માટે વધુ માહિતી મેળવવા ઓફિસ સમય દરમ્યાન(સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી) નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ,સુરત. ખાતે બાગાયત અધિકારી પરિક્ષિતભાઇ પી. ચૌધરી મો.નં.- ૭૬૫૪૮ ૪૮૫૭૬ સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.