ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 43.5 રૂપિયાનો વધારો કરી દીધો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,693 રૂપિયાથી વધીને 1,736.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તેની કિંમત 1,685 રૂપિયા થઈ ગઈ છે.
જોકે 14.2 કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી થયો.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો હતો.
