ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
હાલ તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. પહેલા નવરાત્રી ત્યારબાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. કોરોના કાળમાં એક તરફ ધંધા-રોજગાર ઠપ થઇને પડ્યાં છે. ત્યારે રાજ્યમાં સારા વરસાદના પગલે મગફળીની મબલખ આવક જોવા મળી છે. તેમ છતાં બે દિવસની અંદર જ તેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયો વધારો જોવા મળ્યો છે.
સિંગતેલના ડબ્બાના ભાવ 2145 થી માંડીને 2185 સુધી પહોંચ્યાં છે. કપાસિયા તેલનો ભાવ પણ રૂપિયા 1500 થી વધીને 1600 સુધી થઇ ગયો છે. ભાવ વધારા માટે તેલ માફિયાઓની નફાખોરી કારણભૂત હોવાનું જણાવતા બજારના સૂત્રો કહે છે કે, પામતેલની આડમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. હકીકતમાં આ બંને તેલને આયાત-નિકાસ સાથે ખાસ કંઈ લેવા-દેવા હોતી નથી.
જીવન જરૂરિયાતની એક પછી એક ચીજવસ્તુઓના ભાવમાં કમ્મરતોડ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે ખાદ્યતેલના ભાવ પણ ભડકે બળવા માંડયા છે. જેનાથી ગુજરાતની જનતા નારાજ જણાઈ રહી છે.