Site icon News Continuous Bureau | Mumbai

કામના સમાચાર : બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આ તારીખથી બે દિવસ બેન્ક કર્મચારીઓ ઉતરશે હડતાળ પર, જાણો શું છે મામલો

News Continuous Bureau | Mumbai

બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે.

Join Our WhatsApp Channel

નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ ફરી એકવાર 28 અને 29 માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે. 

આ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન ઓલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન અને બેંક એમ્લોયી ફેડરેશન ઑફ ઇન્ડિયા તથા ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોયી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. 

28 અને 29 માર્ચ એમ બે દિવસ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, તો 26 અને 27 માર્ચે શનિ અને રવિવાર આવતો હોવાથી બેંકમાં રજા જ હશે. 

એટલે કે કુલ ચાર દિવસ બેંકોનું કામકાજ બંધ રહેતા કરોડોના વ્યવહારોને અસર પહોંચશે.
 
મહત્વનું છે કે  કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.

વેચાવા જઈ રહી છે મસાલાઓના શહેનશાહ ધરમપાલ ગુલાટીની મસાલા કંપની MDH.  મહત્તમ હિસ્સો ખરીદવાની તૈયારીમાં આ FMCG કંપની; જાણો વિગતે 

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version