Site icon

શું રાકેશ ઝુનઝુનવાલાને મૃત્યુનો પહેલેથી હતો અણસાર- તેમની અબજોની સંપત્તિનું થશે આ રીતે સંચાલન

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરમાર્કેટના(Indian Share market)  સૌથી મોટા ઈન્વેસ્ટરમાના એક રાકેશ ઝુનઝુનવાલાનું(Rakesh Jhunjhunwala) રવિવારે અવસાન થયું હતું, જે લોકો માટે મોટો આંચકો હતો. ઝુનઝુનવાલા લાંબા સમયથી બીમાર હતા અને તેમને કદાચ પોતાના મૃત્યુનો અંદાજ પહેલેથી આવી ગયો હતો. તેથી જ તેમણે પોતાના શેર અને તમામ એસ્ટેટ નું એવી રીતે મેનેજમેન્ટ કર્યું છે કે ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ઘણા સમય પહેલાં જ પોતાના સ્ટોક્સ, પ્રોપર્ટી અને બધી એસ્ટેટ (Stocks, property and all estates) પોતાની પત્ની અને ત્રણ સંતાનોમાં વહેંચી દીધી હતી. તેઓ એક વર્ષથી જુદી જુદી કંપનીઓમાંથી બોર્ડની પોઝિશન(Board position) પણ છોડી રહ્યા હતા. છેલ્લા છ મહિનાથી તો તેઓ વારંવાર હોસ્પિટલમાં જ દાખલ રહેતા હતા. તેમણે લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં(listed and unlisted companies) પોતાનો હિસ્સો તથા સ્થાવર મિલ્કતો પત્ની અને બાળકોના નામે કરી દીધી હતી.

મીડિયાના અહેવાલ મુજબ ઝુનઝુનવાલાની સ્થાવર મિલ્કતોમાં મુંબઈમાં માલાબાર હિલ(Malabar Hill) ખાતે એક સી-ફેસિંગ બિલ્ડિંગ(Sea-facing building) છે. આ બિલ્ડિંગ તેમણે 2013માં એક ખાનગી બેન્ક પાસેથી રૂ. 173 કરોડમાં ખરીદી હતી. આ ઉપરાંત લોનાવાલામાં એક હોલિડે હોમ પણ છે. તેમને સંતાનમાં 18 વર્ષીય પુત્રી નિષ્ઠા અને 13-13 વર્ષના જોડિયા પુત્રો આર્યમાન અને આર્યવીર છે.

આ સમાચાર પણ વાંચો  : PF ખાતાધારકોને આટલા લાખનો મળશે લાભ- તે માટે કરવું પડશે આ કામ

તેમની એસ્ટેટનું સંચાલન એક્ઝિક્યુટર્સ દ્વારા કરવામાં આવશે જેમાં તેમના પરિવારજનો અને પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે.

રાકેશ ઝુનઝુનવાલાની મોટા ભાગની સંપત્તિ લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સા સ્વરૂપે હતી. તેઓ 1985માં 5000 રૂપિયાની મૂડી સાથે શેરબજારમાં પ્રવેશ્યા હતા અને એકલી લિસ્ટેડ કંપનીઓમાં તેમના શેરનું મૂલ્ય 29,700 કરોડથી વધારે થાય છે. તેમાં સૌથી વધારે વેલ્યૂ ટાઈટનના શેરની છે. તેઓ સ્ટાર હેલ્થમાં પણ મોટા શેરહોલ્ડર હતા અને એક અઠવાડિયા અગાઉ જ તેમની એરલાઈન અકસા એર પણ શરૂ થઈ હતી.

બિગ બુલ(Big Bull) રાકેશ ઝુનઝુનવાલા એક સમયે સામાન્ય રોકાણકાર હતા, પરંતુ તેમણે ટાઈટન (Titan Share)ના સ્ટોકમાં રોકાણ કર્યું જેના કારણે તેઓ અબજોપતિ બની ગયા હોવાનું માનવામાં આવે છે. એક સમયે ટાઈટન (Titan Share)ના શેરનો ભાવ માત્ર ત્રણ રૂપિયા હતો જે 20 વર્ષમાં 2500 પાર કરી ગયો છે. ઇક્વિટી માસ્ટરના અહેવાલ પ્રમાણે ઝુનઝુનવાલાએ 2002-03માં ટાઈટનના 8 કરોડ શેર ત્રણ રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. ઝુનઝુનવાલા પાસે આ કંપનીના રૂ. 11,086 કરોડના શેર હતા. તેમના પોર્ટફોલિયોમાં ટાઈટન એ ટોપનું હોલ્ડિંગ હતું.

IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version