News Continuous Bureau | Mumbai
Raymond Group: ગૌતમ સિંઘાનિયા ( Gautam Singhania ) અને નવાઝ મોદી ( Nawaz Modi ) વચ્ચેના છૂટાછેડાનો ( divorce ) મામલો કંપનીને ઘેરી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં રેમન્ડ લિમિટેડના શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે માર્કેટ કેપમાં રૂ. 1,500 કરોડનું નુકસાન થયું છે. દરમિયાન, ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપતે ( vijaypat singhania ) કહ્યું છે કે કંપનીનું નામ હવે બેંકર્સ અને શેરધારકો ( shareholders ) પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે કે વર્તમાન પરિસ્થિતિ કંપની પર કેવી અસર કરશે અને રેમન્ડના નામ પર તેની કેટલી અસર પડશે?
બિઝનેસ ટુડેના એડિટર સૌરવ મજમુદાર સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે રેમન્ડનું ( Raymond Company ) નામ આખરે તેના પર નિર્ભર રહેશે કે મોટી સંખ્યામાં શેરધારકો, બેન્કર્સ, ખરીદદારો, વેચાણકર્તાઓ તેને કેવી રીતે જુએ છે. તેમણે કહ્યું કે આમાં બે બાબતો હોઈ શકે છે, એક તો તેઓ આ મુદ્દાને કેવી રીતે જુએ છે અને તેની તેમના પર શું અસર પડશે? તેથી મને લાગે છે કે રેમન્ડ નામની અસર થશે કે કેમ તેનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે. તેણે કહ્યું કે તેને બનાવવામાં ઘણો સમય લાગ્યો, જ્યારે અમે તેને ખરીદ્યું ત્યારે તે ધાબળા બનાવતી ખૂબ જ નાની કંપની હતી અને પછી મેં તેની જવાબદારી લીધી અને આજે તે આખી દુનિયામાં પ્રખ્યાત છે.
રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપત સિંઘાનિયાએ ગુરુવારે તેમના પુત્ર અને પુત્રવધુ નવાઝ મોદી વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પ્રતિક્રિયા આપી હતી. વિજયપત, જેમણે રેમન્ડને એક નાની ફેબ્રિક કંપનીમાંથી વિશ્વ-વિખ્યાત બ્રાન્ડમાં પરિવર્તિત કરી અને પછી 2015 માં પોતાના પુત્ર ગૌતમને સમગ્ર બિઝનેસની લગામ સોંપી હતી. જો કે તેમણે કહ્યું હતું કે, ‘પુત્રને બધું સોંપવું મુર્ખામી ભર્યું પગલું હતું. માતાપિતાએ “તેમના બાળકોને બધું આપતા પહેલા ખૂબ કાળજીપૂર્વક વિચારવું જોઈએ”.
2017 માં, વિજયપતે તેના પુત્ર ગૌતમ સિંઘાનિયા પર દક્ષિણ મુંબઈમાં તેમની કુટુંબની મિલકત, જેકે હાઉસ બિલ્ડિંગમાંથી તેમને બહાર કાઢી મુકવાનો આરોપ લગાવ્યો હતો. જયારે આ મહિનાની શરૂઆતમાં, તેમની પુત્રવધુ નવાઝ મોદીએ કહ્યું હતું કે ગૌતમ સિંઘાનિયાએ દિવાળીની ઉજવણી દરમિયાન તેને ઘરમાં પ્રવેશવા દીઘી ન હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
75 ટકા હિસ્સાની માંગણી પર વિજયપતના શું છે વિચાર..
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં વિજયપતે કહ્યું કે ગૌતમ કંપનીના કેટલાક પાર્ટ્સ આપવા માટે સંમત થયો હતો, પરંતુ તેણે પાછળથી પીછેહઠ કરી હતી. “મારી પાસે હાલ કોઈ ધંધો નથી. તેથી તે મને કંપનીમાંથી થોડો હિસ્સો આપવા માટે સહમત થયો હતો. પરંતુ અલબત્ત, તેણે પછીથી પીછેહઠ કરી હતી. તેથી મારી પાસે બીજું કંઈ બચ્યું ન હતું. મેં તેને બધું જ આપી દીધું હતું. ભૂલથી, મારી પાસે કેટલાક પૈસા બચી ગયા હતા. જેના પર હું આજે ટકી રહ્યો છું. નહીંતર, હું ગલીઓમાં રખડતો હોત.
આ સમાચાર પણ વાંચોઃ Mumbai Crime: મુંબઈમાં ડ્રગ્સ ખરીદવા માટે પોતાના જ બાળકોને વેચ્યા.. ચોંકવાનાર ઘટનાથી મચ્યો હડકંપ.. જાણો વિગતે..
ભૂતપૂર્વ કાપડ ઉદ્યોગપતિ વિજયપતે કહ્યું કે ગૌતમ તેને ગલીયોમાં રખડતા જોઈ ખુશ થયો હોત. મને આની ખાતરી છે. જો તે તેની પત્નીને આ રીતે બહાર કરી શકે તો તે તેના પિતાને પણ આ રીતે બહાર ફેંકી શકે. તેથી મને ખબર નથી કે તે કેવા પ્રકારની વ્યક્તિ છે.
રેમન્ડના વર્તમાન ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાએ 13 નવેમ્બરે તેમની પત્ની નવાઝ મોદીથી અલગ થવાની જાહેરાત કરી હતી. અલગ થયા બાદ નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયાની રૂ. 11,000 કરોડની પ્રોપર્ટીમાં 75 ટકા હિસ્સાની માંગણી કરી છે.
આ માંગ પર વિજયપતે કહ્યું કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ અલગ થવાની સ્થિતિમાં પતિનો 50 ટકા હિસ્સો આપોઆપ પત્નીને મળી જાય છે. કદાચ તેણે તેના માટે લડવાની જરૂર નથી. એક ખૂબ જ સામાન્ય વકીલ તેને હિંદુ મેરેજ એક્ટ હેઠળ આ મેળવવામાં મદદ કરી શકે છે.
આ રીતે લડીને, મને નથી લાગતું કે નવાઝને કઈ વધુ મળશે…
રેયમન્ડના ભૂતપુર્વ ચેરમેને કહ્યું કે ગૌતમ સિંઘાનિયા તેમને તેમની મિલકતનો 75 ટકા આપવા માટે ક્યારેય સંમત નહીં થાય. શા માટે તે 75% માટે લડી રહી છે? ગૌતમ ક્યારેય હાર માનવાનો નથી, કારણ કે તેનું સૂત્ર છે- દરેકને ખરીદો અને બધાને ખરીદી લો. આ તેણે મારી સાથે પણ કર્યું છે. ગૌતમ સામે લડવા માટે મારી પાસે એટલા પૈસા બચ્યા ન હતા. કારણ તેણે બધું જ ખરીદી લીધુ હતું. તે બધું ખરીદી શકે છે. આ રીતે લડીને, મને નથી લાગતું કે નવાઝને કઈ વધુ મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Mumbai Crime: મુંબઈમાં ડ્રગ્સ ખરીદવા માટે પોતાના જ બાળકોને વેચ્યા.. ચોંકવાનાર ઘટનાથી મચ્યો હડકંપ.. જાણો વિગતે..
વિજયપતે કહ્યું કે જો નવાઝ સારા વકીલની નિમણૂક કરી શકે છે, તો તેને હિંદુ મેરેજ એક્ટ હેઠળ રાહત મળી શકે તેવી પૂરી સંભાવના છે. જોકે, તેણે કહ્યું હતું કે નવાઝ પારસી હોવાથી તે હિંદુ મેરેજ એક્ટના દાયરામાં આવે છે કે નહીં તેની તપાસ કરવી પડશે.
ગૌતમ સિંઘાનિયાએ નવાઝ મોદી દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપો સહિત તાજેતરના વિકાસ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તેણે કહ્યું, “મારી બે સુંદર પુત્રીઓના હિતમાં, હું મારા પરિવારની ગરિમા જાળવવા માંગુ છું અને હું કોઈપણ ટિપ્પણી કરવાથી બચીશ. કૃપા કરીને મારી ગોપનીયતાનું સન્માન કરો.”