News Continuous Bureau | Mumbai
Raymond Share: ગૌતમ સિંઘાનિયાની ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની રેમન્ડ લિમિટેડના શેરમાં ( Stock Market ) શુક્રવારે તોફાની વધારો જોવા મળ્યો હતો. ગૌતમ સિંઘાનિયાની કંપનીના શેર શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન 18 ટકાથી વધુ ઉછળ્યા હતા અને નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ તોફાની ઉછાળાનું કારણ કંપનીના ડિમર્જરની જાહેરાત માનવામાં આવી રહી છે.
વાસ્તવમાં ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની રેમન્ડ લિમિટેડ તેના રિયલ એસ્ટેટ બિઝનેસને અલગ કરવા જઈ રહી છે. કંપનીના બોર્ડે રિયલ એસ્ટેટ બિઝનેસ રેમન્ડ રિયલ્ટી ( Raymond Realty ) લિમિટેડના ડિમર્જરને હવે મંજૂરી આપી દીધી છે. કંપનીએ તેના એક નિવેદનમાં કહ્યું છે કે, રેમન્ડ લિમિટેડના રોકાણકારોને એક શેરના બદલામાં રેમન્ડ રિયલ્ટી લિમિટેડનો એક શેર મળશે. કંપનીની આ જાહેરાત બાદ શેરોની ( Share Market ) જબરદસ્ત ખરીદી થઈ હતી, જેના કારણે શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો હતો.
Raymond Share: ડિમર્જરનો ઉદ્દેશ્ય ગ્રૂપના સમગ્ર રિયલ એસ્ટેટ બિઝનેસને એક જ એન્ટિટીમાં એકીકૃત કરવાનો છે…
રેમન્ડે ( Raymond share ) નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ડિમર્જરનો ઉદ્દેશ્ય ગ્રૂપના સમગ્ર રિયલ એસ્ટેટ બિઝનેસને એક જ એન્ટિટીમાં એકીકૃત કરવાનો, વૃદ્ધિની તકોનો લાભ લેવા અને નવા રોકાણકારો અને વ્યૂહાત્મક ભાગીદારોને કંપની તરફ આકર્ષિત કરવાનો છે. રેમન્ડનો શેર 5 જુલાઈની સવારે 18 ટકાના ઉછાળા સાથે રૂ. 3484ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તો કંપનીનું માર્કેટ કેપ 23000 કરોડ રૂપિયા છે.
આ સમાચાર પણ વાંચો: Alia bhatt: આલિયા ભટ્ટ ની યશરાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ના નામ ની થઇ જાહેરાત, એનિમલ ફેમ આ અભિનેતા સાથે લેશે ટક્કર
ડીમર્જર હેઠળ રેંમંડ રુ. 10 ની ફેસ વેલ્યુ સાથે રેમંડ રિયલ્ટીા 6.65 કરોડ શેર જારી કરશે. રેમન્ડ લિમિટેડના રોકાણકારોને રાખવામાં આવેલા દરેક શેર માટે રેમન્ડ રિયલ્ટીનો એક શેર આપવામાં આવશે. આમાં કોઈ રોકડ અથવા વૈકલ્પિક વિચારણા સામેલ કરવામાં આવશે નહીં. ડિમર્જર પૂર્ણ થયા પછી, રેમન્ડ રિયલ્ટી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અલગથી સૂચિબદ્ધ થશે.
ગત વર્ષે રેમન્ડે તેનો લાઈફસ્ટાઈલ બિઝનેસ રેમન્ડથી અલગ કરી દીધો હતો. તેને રેમન્ડ કન્ઝ્યુમર કેર તરીકે ડિમર્જ કરવામાં આવ્યું હતું. કંપનીને દેવા મુક્ત કરી શકાય તે માટે તેને ડીમર્જ કરવામાં આવ્યું હતું. લાઈફસ્ટાઈલના વ્યવસાયમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, B2C શર્ટિંગ, બ્રાન્ડેડ એપેરલ અને ગારમેન્ટિંગ બિઝનેસ અને પેટાકંપનીઓ સાથે B2B શર્ટિંગનો પણ સમાવેશ થાય છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)